પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 109 ઊંચી ઉપજ આપતી, આબોહવાને અનુકૂળ અને જૈવિક રીતે ઉપયોગમાં લેવાતા પાકની વિવિધ જાતોનું વિમોચન કર્યું


પ્રધાનમંત્રીએ કૃષિમાં મૂલ્ય સંવર્ધનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો

ખેડૂતોએ કહ્યું હતું કે, નવી જાતો અતિ લાભદાયક બનશે, કારણ કે તેનાથી ખર્ચ ઘટાડવામાં મદદ મળશે અને પર્યાવરણ પર પણ સકારાત્મક અસર થશે

પ્રધાનમંત્રીએ પાકની નવી જાતો વિકસાવવા માટે વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી

વૈજ્ઞાનિકોએ જાણકારી આપી હતી કે, તેઓ બિનઉપયોગી પાકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રધાનમંત્રીએ આપેલા સૂચનને અનુરૂપ કામ કરી રહ્યાં છે

પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને જૈવિક ખાદ્ય પદાર્થોની વધતી જતી માગ અંગે ચર્ચા કરી

Posted On: 11 AUG 2024 1:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીમાં ઇન્ડિયા એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 109 ઊંચી ઉપજ આપતી, આબોહવાને અનુકૂળ અને બાયોફોર્ટિફાઇડ પ્રકારના પાકોની જાતોનું વિમોચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરી હતી. પાકની આ નવી જાતોના મહત્વ પર ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ કૃષિમાં મૂલ્ય સંવર્ધનના મહત્વ પર ભાર મૂક્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ નવી જાતો ખૂબ ફાયદાકારક રહેશે કારણ કે તે તેમના ખર્ચને ઘટાડવામાં મદદ કરશે અને પર્યાવરણ પર પણ સકારાત્મક અસર કરશે.

પ્રધાનમંત્રીએ બાજરીના મહત્વ પર ચર્ચા કરી હતી અને લોકો કેવી રીતે પોષક આહાર તરફ આગળ વધી રહ્યા છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને સામાન્ય લોકોનો સજીવ ખેતી પ્રત્યેનો વધતો વિશ્વાસ વિશે પણ વાત કરતાં ઉમેર્યું હતું કે, લોકોએ ઓર્ગેનિક ફૂડનું સેવન કરવાનું અને તેની માંગ કરવાનું શરૂ કરી દીધું છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયત્નોની ખેડુતોએ પ્રશંસા કરી હતી.

ખેડૂતોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) દ્વારા જાગૃતિ લાવવામાં ભજવેલી ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, કેવીકેએ સક્રિયપણે ખેડૂતોને દર મહિને વિકસાવવામાં આવતી નવી જાતોનાં લાભ વિશે જાણકારી આપવી જોઈએ, જેથી તેમનાં લાભો વિશે જાગૃતિ વધે.

પ્રધાનમંત્રીએ પાકની આ નવી જાતોના વિકાસ માટે વૈજ્ઞાનિકોની પણ પ્રશંસા કરી હતી. વૈજ્ઞાનિકોએ માહિતી આપી હતી કે તેઓ વણવપરાયેલા પાકને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનને અનુરૂપ કામ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ છોડેલા 61 પાકોની 109 જાતોમાં 34 ખેતરના પાક અને 27 બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. ખેતરના પાકોમાં બાજરી, ઘાસચારાના પાક, તેલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ, રેસા અને અન્ય સંભવિત પાકો સહિતના વિવિધ અનાજના બીજ છોડવામાં આવ્યા હતા. બાગાયતી પાકોમાં વિવિધ જાતના ફળો, શાકભાજીના પાક, બાગાયતી પાકો, કંદનો પાક, મસાલા, ફૂલો અને ઔષધીય પાકો છોડવામાં આવ્યા હતા.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2044288) Visitor Counter : 53