સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

DEPwDએ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સશક્ત બનાવવા માટે કાર્યરત સંસ્થાઓ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો માટે અરજીઓ આમંત્રિત કરી


આ પુરસ્કારનો ઉદ્દેશ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થાઓને સશક્ત, માન્યતા અને પ્રોત્સાહન આપવાનો છે

Posted On: 11 JUL 2024 4:22PM by PIB Ahmedabad

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારોની યોજનાનો અમલ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ દિવ્યાંગજનોના સશક્તિકરણ વિભાગ (દિવ્યાંગજન) કરી રહ્યું છે. દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને કાર્યો માટે દર વર્ષે ૩જી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ નિમિત્તે વિભાગ વ્યક્તિઓ, સંસ્થાઓ, ,સંગઠનો, રાજ્ય/જિલ્લા વગેરેને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને કાર્યો માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરે છે.

વિભાગે રાષ્ટ્રીય / પ્રાદેશિક દૈનિકોમાં જાહેરાત પ્રકાશિત કરી છે, જેમાં ફક્ત ગૃહ મંત્રાલય (www.awards.gov.in) ના એવોર્ડ્સ પોર્ટલ પર ઓનલાઇન મોડ દ્વારા વર્ષ 2024 માટે રાષ્ટ્રીય પુરસ્કારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો માટેની માર્ગદર્શિકાને સરળ અને તર્કસંગત બનાવવામાં આવી છે અને તે વિભાગના વેબ પોર્ટલ www.depwd.gov.in પર ઉપલબ્ધ છે . રાષ્ટ્રીય પુરસ્કારો, લાયકાતના માપદંડ, પસંદગી પ્રક્રિયા વગેરેની કેટેગરી-વાર વિગતો પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ઓનલાઇન નામાંકન / અરજી 15 જૂન 2024 થી શરૂ થઈ ગઈ છે અને નામાંકન માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઉપરોક્ત પુરસ્કારો માટે અરજીઓ/નામાંકનો મોકલવા માટે વ્યાપક પ્રચાર કરવા માટે તા.24-06-2024ના રોજ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અને અન્યોને પત્રો મોકલવામાં આવ્યા છે.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2032472) Visitor Counter : 39