રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ડ્યુરાન્ડ કપ ટૂર્નામેન્ટની ટ્રોફીઓનું અનાવરણ કર્યું
Posted On:
10 JUL 2024 1:54PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુએ આજે (જુલાઈ 10, 2024) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત એક સમારંભમાં ડ્યુરાન્ડ કપ ટુર્નામેન્ટ 2024ની ટ્રોફીઓનું અનાવરણ કર્યું હતું. જે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું છે તેમાં ડુરાન્ડ કપ, પ્રેસિડેન્ટ કપ અને શિમલા ટ્રોફીનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે પોતાની સંક્ષિપ્ત ટિપ્પણીમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ફૂટબોલ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. જ્યારે પ્રોફેશનલ ફૂટબોલરો હજ્જારો ચાહકોની સામે રમે છે, ત્યારે ખેલાડીઓ અને પ્રેક્ષકોનો ઉત્સાહ અનેકગણો વધી જાય છે.
રાષ્ટ્રપતિએ ડ્યુરાન્ડ કપ ટૂર્નામેન્ટ 2024 માં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ખેલાડીઓને કહ્યું હતું કે તેઓ જીતે કે હારે, રમતમાં તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ અને તેઓએ અન્ય ટીમોનો આદર કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે કેટલીક વખત રમતમાં આવેગ અને જુસ્સો આવે છે, પરંતુ ખેલાડીઓએ તેમની લાગણીઓને સુવ્યવસ્થિત કરવા અને રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવો જ જોઇએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ ખેલાડીઓ દ્રઢ નિશ્ચય અને રમતગમતની ભાવના સાથે રમશે.
રાષ્ટ્રપતિએ તમામ ફૂટબોલ પ્રેમીઓને ભારતમાં ફૂટબોલનું સ્તર વધારવા પ્રયત્નો કરવા વિનંતી કરી.
AP/GP/JD
(Release ID: 2032082)
Visitor Counter : 110