સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેવીઆઈસીએ નવો રેકોર્ડ બનાવ્યો


ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર પ્રથમ વખત રૂ. 1.5 લાખ કરોડને પાર

કેવીઆઇસીએ નાણાકીય વર્ષ 2023-24 માટે કામચલાઉ આંકડા જાહેર કર્યા

છેલ્લા 10 વર્ષમાં ઉત્પાદનમાં 315 ટકાનો વધારો અને વેચાણમાં 400 ટકાનો વધારો

નવા રોજગાર સર્જનમાં ઐતિહાસિક 81 ટકાનો વધારો

10 વર્ષમાં ખાદી ગ્રામોદ્યોગ ભવન, નવી દિલ્હીના વ્યવસાયમાં 87.23 ટકાનો વધારો

Posted On: 09 JUL 2024 6:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ નાણાકીય વર્ષ 2023-24માં ઉત્પાદન, વેચાણ અને નવા રોજગાર સર્જનમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016QI0.jpg

આજે અહીં નાણાકીય વર્ષ 2023-24ના કામચલાઉ આંકડા જાહેર કરતા કેવીઆઈસીના ચેરમેન શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે અગાઉના તમામ આંકડાઓને પાછળ રાખીએ તો વેચાણમાં 399.69 ટકા (અંદાજે 400 ટકા), ઉત્પાદનમાં 314.79 ટકા (આશરે 315 ટકા) અને નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીએ નવી રોજગારી સર્જનમાં 80.96 ટકા (અંદાજે 81 ટકા)નો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં વેચાણમાં 332.14 ટકા, ઉત્પાદનમાં 267.52 ટકા અને નવા રોજગાર સર્જનમાં 69.75 ટકાનો વધારો થયો છે, જે 2013-14ની સરખામણીએ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002KPND.jpg

 

શ્રી કુમારે જણાવ્યું હતું કે, કેવીઆઇસીની આ નોંધપાત્ર કામગીરીએ વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'નાં સ્વપ્નને સાકાર કરવાની દિશામાં અને ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતનાં ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ 2023-24માં કેવીઆઇસી ઉત્પાદનોનું વેચાણ રૂ. 1.55 લાખ કરોડને વટાવી ગયું છે. નાણાકીય વર્ષ 2022-23માં વેચાણનો આંકડો 1.34 લાખ કરોડ રૂપિયા હતો. 'મોદી સરકાર'ના છેલ્લા દસ નાણાકીય વર્ષોમાં ગ્રામીણ વિસ્તારોમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલી સ્વદેશી ખાદી અને ગ્રામોદ્યોગની બનાવટોનું વેચાણ જે નાણાકીય વર્ષ 2013-14માં 31154.20 કરોડ રૂપિયા હતું, તે નાણાકીય વર્ષ 2023-24માં વધીને 155673.12 કરોડ રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. નાણાકીય વર્ષ 2023-24માં કેવીઆઈસીના પ્રયત્નોથી ગ્રામીણ વિસ્તારોમાં 10.17 લાખ નવી રોજગારીનું સર્જન થયું છે, જેનાથી ગ્રામીણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થઈ છે.

કેવીઆઈસીના અધ્યક્ષે આ ઐતિહાસિક સિદ્ધિનો શ્રેય પૂજ્ય બાપુની પ્રેરણા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગેરેન્ટી અને દેશના દૂર-સુદૂરના ગામડાઓમાં કામ કરતા કરોડો કારીગરોના અથાગ પ્રયત્નોને આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાદીને સમર્થન આપ્યું છે, જેનાથી ખાદીનાં ઉત્પાદનો પર લોકોનો વિશ્વાસ વધ્યો છે. ખાદી યુવાનો માટે ફેશનનું 'નવું સ્ટેટસ સિમ્બોલ' બની ગયું છે. બજારમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગના ઉત્પાદનોની માંગ ઝડપથી વધી રહી છે, જે ઉત્પાદન, વેચાણ અને રોજગારના આંકડામાં પ્રતિબિંબિત થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાદી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન વધારવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા દસ વર્ષમાં મોટા ફેરફારો અને નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ આંકડાઓ એ વાતનો પુરાવો છે કે 'મેક ઇન ઇન્ડિયા', 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી પ્રોડક્ટ્સ'માં દેશના લોકોનો વિશ્વાસ વધ્યો છે.

ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું ઉત્પાદન જે નાણાકીય વર્ષ 2013-14માં 26,109.08 કરોડ રૂપિયા હતું, તે નાણાકીય વર્ષ 2023-24માં 314.79 ટકાના ઉછાળા સાથે 108,297.68 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં ઉત્પાદન 95956.67 કરોડ રૂપિયા રહ્યું છે. આ સતત વધી રહેલું ઉત્પાદન ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે ગ્રામીણ વિસ્તારોમાં ઐતિહાસિક કાર્ય કર્યું છે તેનો મજબૂત પુરાવો છે.

છેલ્લા 10 નાણાકીય વર્ષોમાં ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોએ દર વર્ષે નવા વેચાણના વિક્રમો સ્થાપ્યા છે. નાણાકીય વર્ષ 2013-14માં વેચાણ 31,154.20 કરોડ રૂપિયા હતું, જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં તે 399.69 ટકાના અભૂતપૂર્વ વધારા સાથે 1,55,673.12 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે.

છેલ્લા 10 વર્ષમાં ખાદીના કાપડના ઉત્પાદનમાં પણ અભૂતપૂર્વ વધારો થયો છે. જ્યારે ખાદીના કાપડનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2013-14માં 811.08 કરોડ રૂપિયા હતું, પરંતુ નાણાકીય વર્ષ 2023-24માં 295.28 ટકાના ઉછાળા સાથે તે 3,206 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. નાણાકીય વર્ષ 2022-23માં ખાદીના કાપડનું ઉત્પાદન 2915.83 કરોડ રૂપિયા હતું.

છેલ્લા દસ નાણાકીય વર્ષોમાં ખાદીના કાપડની માંગમાં પણ ઝડપથી વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14માં તેનું વેચાણ માત્ર 1,081.04 કરોડ રૂપિયા હતું, પરંતુ નાણાકીય વર્ષ 2023-24માં 500.90 ટકાના વધારા સાથે તે 6,496 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2022-23માં 5,942.93 કરોડ રૂપિયાના ખાદીના કાપડ વેચાયા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાદીને મોટા પ્લેટફોર્મ પરથી પ્રમોટ કરવાની ખાદીના કાપડના વેચાણ પર વ્યાપક અસર કરી છે. ગત વર્ષે દેશમાં યોજાયેલી જી-20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ ખાદીને જે રીતે પ્રમોટ કરી હતી તેનાથી વિશ્વ સમુદાય ખાદી તરફ આકર્ષાયો છે.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં વધુમાં વધુ રોજગારીની તકો પૂરી પાડવાનો છે. કેવીઆઈસીએ પણ છેલ્લા દસ વર્ષમાં આ ક્ષેત્રમાં એક રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2013-14માં કુલ રોજગારી 1.30 કરોડ હતી, જે 2023-24માં 43.65 ટકાના વધારા સાથે 1.87 કરોડ પર પહોંચી હતી. એ જ રીતે નાણાકીય વર્ષ 2013-14માં 5.62 લાખ નવી રોજગારીનું સર્જન થયું હતું, જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં 80.96 ટકાના વધારા સાથે તે 10.17 લાખ સુધી પહોંચી ગયું હતું. 4.98 લાખ ગ્રામીણ ખાદી કારીગરો (કાંતનારાઓ અને વણકરો) અને કામદારો ખાદીના કાપડના ઉત્પાદનમાં પણ કામ કરે છે.

ખાદી અને ગ્રામોદ્યોગ ભવન, નવી દિલ્હીના બિઝનેસમાં પણ છેલ્લા 10 વર્ષમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2013-14માં અહીંનો કારોબાર 51.13 કરોડ રૂપિયા હતો, જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં તે 87.23 ટકા વધીને 95.74 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. નાણાકીય વર્ષ 2022-23માં ખાદી ગ્રામોદ્યોગ ભવન નવી દિલ્હીનો વ્યવસાય 83.13 કરોડ રૂપિયા હતો.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2031916) Visitor Counter : 53