પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કીર સ્ટારમર સાથે વાત કરી અને બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા


બંને નેતાઓએ ભારત-યુકે વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી

. બંને પક્ષો પારસ્પરિક લાભદાયક એફટીએનાં વહેલાસર સમાપન માટે કામ કરશે

. પ્રધાનમંત્રીએ સ્ટારમરને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

Posted On: 06 JUL 2024 3:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રિટનના પ્રધાનમંત્રી આદરણીય કેર સ્ટારમર સાથે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી તરીકેનો હોદ્દો સંભાળવા બદલ અને ચૂંટણીમાં લેબર પાર્ટીને નોંધપાત્ર વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

બંને નેતાઓએ બંને દેશો વચ્ચેનાં ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતાં તથા ભારત અને બ્રિટન વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધારે ગાઢ અને આગળ વધારવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. બંને નેતાઓ પારસ્પરિક લાભદાયક ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને વહેલાસર સંપન્ન કરવા કામ કરવા સંમત થયા હતા.

યુકેના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસમાં ભારતીય સમુદાયના સકારાત્મક યોગદાનની પ્રશંસા કરીને, બંને પક્ષો લોકો વચ્ચેના બંધ સંબંધોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવા સંમત થયા હતા.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી સ્ટારમેરને વહેલામાં વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

AP/GP/JD



(Release ID: 2031248) Visitor Counter : 20