યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટુકડીને શુભેચ્છાઓ પાઠવી


પેરિસ ઓલિમ્પિક માટે રાષ્ટ્રની તૈયારી વચ્ચે પ્રધાનમંત્રીએ હેશટેગ #Cheer4Bharatનો પ્રારંભ કર્યો

Posted On: 30 JUN 2024 1:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં આગામી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય ટુકડીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ટોક્યોમાં ભારતીય રમતવીરોના તેમના સમર્પણ અને તૈયારીની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ ફરી એકવાર વૈશ્વિક મંચ પર ચમકવાની તેમની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું “ટોક્યો ઓલિમ્પિક પછી તરત જ, અમારા રમતવીરો પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓમાં પૂરા દિલથી વ્યસ્ત હતા. જો આપણે બધા ખેલાડીઓને સાથે લઈએ તો તે બધાએ લગભગ નવસો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આ બહુ મોટી સંખ્યા છે.”

પ્રધાનમંત્રીએ દેશને કેટલીક એવી બાબતો વિશે માહિતી આપતાં, જે પ્રથમ વખત બનવા જઈ રહી છે, કહ્યું, “શૂટીંગમાં, આપણાં ખેલાડીઓની પ્રતિભા સામે આવી રહી છે. ટેબલ ટેનિસમાં પુરુષ અને મહિલા બંને ટીમો ક્વોલિફાય થઈ છે. આપણી શૂટર દીકરીઓ પણ ભારતીય શોટગન ટીમનો ભાગ છે. આ વખતે, આપણી ટીમના સભ્યો કુસ્તી અને ઘોડેસવારીમાં પણ તે શ્રેણીઓમાં સ્પર્ધા કરશે, જેમાં તેઓએ અગાઉ ક્યારેય ભાગ લીધો ન હતો. આના પરથી તમે સમજી શકો છો કે આ વખતે રમતગમતમાં એક અલગ જ સ્તરનો ઉત્સાહ જોવા મળશે.”

ભારતના અગાઉના પ્રદર્શનને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, “થોડા મહિના પહેલા અમે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આપણા ખેલાડીઓએ ચેસ અને બેડમિન્ટનમાં પણ શાનદાર નામના મેળવી છે.”

પ્રધાનમંત્રીએ વધુમાં પેરિસ ઓલિમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાષ્ટ્રની સામૂહિક આશા વ્યક્ત કરી, દરેકને #Cheer4Bharat હેશટેગનો ઉપયોગ કરીને રમતવીરોને સમર્થન કરવાનો આગ્રહ કર્યો.

તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, આગામી દિવસોમાં તેઓ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમને મળશે અને સમગ્ર રાષ્ટ્ર વતી તેમને પ્રોત્સાહિત કરશે.

‘મન કી બાત’ના 111મા એપિસોડમાં PMનું સંપૂર્ણ સંબોધન વાંચવા માટે, અહીં ક્લિક કરો.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2029733) Visitor Counter : 100