પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં ડલ લેક પર યોગ સાધકોને સંબોધન કર્યું


"આજે જમ્મુ-કાશ્મીરના લોકોએ યોગ પ્રત્યે જે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી છે, તે દ્રશ્યો અમર રહેશે"

"યોગ કુદરતી રીતે આવડવા જોઈએ અને જીવનનો સહજ ભાગ બની જવા જોઈએ"

"ધ્યાન એ આત્મા સુધારણા માટેનું શ્રેષ્ઠ સાધન છે"

"યોગ સ્વયં માટે જેટલો મહત્વપૂર્ણ, ઉપયોગી અને શક્તિશાળી છે તેટલો જ સમાજ માટે પણ છે"

Posted On: 21 JUN 2024 10:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં પ્રસંગે ડલ લેક ખાતે શ્રીનગરનાં નાગરિકોને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરનાં લોકોએ યોગ પ્રત્યે જે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી છે, તે દ્રશ્યો લોકોનાં મનમાં અમર થઈ જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વરસાદનાં વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, તેમ છતાં લોકોનો જુસ્સો ઠંડો નથી પડ્યો, જોકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં કાર્યક્રમમાં વિલંબ થયો હતો અને તેને 2-3 ભાગોમાં વહેંચવામાં આવ્યો હતો. શ્રી મોદીએ સ્વયં અને સમાજ માટે જીવનની સહજતા બનવામાં યોગના મહત્ત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, યોગ જ્યારે રોજિંદા જીવન સાથે જોડાય છે અને સરળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે યોગનો લાભ મેળવી શકાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ધ્યાન, જે યોગનો ભાગ છે, તે તેના આધ્યાત્મિક પ્રભાવને કારણે સામાન્ય લોકોને ડરાવી શકે છે, જોકે, તેને સહેલાયથી એકાગ્રતા અને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા તરીકે સમજી શકાય છે. તેમણે કહ્યું કે આ એકાગ્રતા અને ધ્યાનને પ્રેક્ટિસ અને તકનીકોથી કેળવી શકાય છે. મનની આ સ્થિતિ ઓછામાં ઓછા થાક સાથે મહાન પરિણામો આપે છે અને વિક્ષેપોને ટાળવામાં મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે, આધ્યાત્મિક યાત્રા ઉપરાંત, જે આખરે આવશે, ધ્યાન એ સ્વ-સુધારણા અને તાલીમ માટેનું સાધન છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "યોગ સ્વયં માટે જેટલો મહત્વપૂર્ણ, ઉપયોગી અને શક્તિશાળી છે તેટલો જ સમાજ માટે પણ છે." તેમણે કહ્યું હતું કે, જ્યારે યોગથી સમાજને લાભ થાય છે, ત્યારે સંપૂર્ણ માનવતાને લાભ થાય છે. તેમણે ઇજિપ્તમાં દેશના આઇકોનિક પર્યટન કેન્દ્રો પર યોગ પર ફોટોગ્રાફી કરવા અથવા વીડિયો બનાવવા સંબંધિત એક સ્પર્ધા વિશે આયોજિત એક વીડિયો જોયો હતો તે યાદ કર્યું હતું અને તેમાં ભાગ લેનારા લોકોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "એ જ રીતે યોગ અને પ્રવાસન જમ્મુ અને કાશ્મીરમાં રોજગારીનો મુખ્ય સ્રોત બની શકે છે."

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના લોકોની આકરા તાપમાનનો સામનો કરવાની તથા શ્રીનગરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2024 માટે તેમનું સમર્થન આપવા મોટી સંખ્યામાં બહાર આવવાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2027333) Visitor Counter : 50