સ્ટીલ મંત્રાલય
શ્રી એચ.ડી. કુમારસ્વામીએ સ્ટીલ મંત્રાલયનો હવાલો સંભાળ્યો
प्रविष्टि तिथि:
11 JUN 2024 8:08PM by PIB Ahmedabad
શ્રી એચ.ડી. કુમારસ્વામીએ આજે ઉદ્યોગ ભવનમાં ભારે ઉદ્યોગ મંત્રીના પોર્ટફોલિયો ઉપરાંત કેન્દ્રીય સ્ટીલ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો.
સ્ટીલ મંત્રાલયના સચિવ શ્રી નાગેન્દ્ર નાથ સિંહા સહિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ મંત્રીનું સ્વાગત કર્યું હતું.
મીડિયા સાથે વાત કરતા શ્રી. એચ.ડી. કુમારસ્વામીએ દેશના જીડીપીમાં વધારો સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે અર્થતંત્રને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. "સમગ્ર દેશના સમૃદ્ધ વિકાસ માટે, અમે અથાક મહેનત કરીશું," મંત્રીએ ઉમેર્યું.
કેન્દ્રીય મંત્રીને સ્ટીલ મંત્રીના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને તેમની સાથે બેઠક પણ લીધી હતી.
AP/GP/JD
(रिलीज़ आईडी: 2024482)
आगंतुक पटल : 179