ગૃહ મંત્રાલય

શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નોર્થ બ્લોકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૃહ મંત્રાલય દેશ અને તેના લોકોની સુરક્ષા માટે હંમેશાની જેમ પ્રતિબદ્ધ રહેશે – શ્રી અમિત શાહ

મોદી 3.0 ભારતની સુરક્ષા માટેના તેના પ્રયત્નોને આગલા સ્તર પર લઈ જશે અને ભારતને આતંકવાદ, વિદ્રોહ અને નક્સલવાદ સામેના એક બળ તરીકે બનાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ થયેલા પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 11 JUN 2024 5:40PM by PIB Ahmedabad

શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નોર્થ બ્લોકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકેનો કાર્યભાર ફરી શરૂ કર્યો હતો. 'એક્સ' પર પોતાની પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૃહ મંત્રાલય (એમએચએ) દેશ અને તેના લોકોની સુરક્ષા માટે હંમેશાની જેમ પ્રતિબદ્ધ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મોદી 3.0 ભારતની સુરક્ષા માટે પોતાના પ્રયાસોને આગલા સ્તર પર લઈ જશે અને ભારતને આતંકવાદ, વિદ્રોહ અને નક્સલવાદ વિરુદ્ધ એક બળના રૂપમાં બનાવશે.

 

IMG_9904 (1)

 

 

આ અગાઉ આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ થયેલા પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે આપણા પોલીસ દળોના શહીદોને યાદ કરીએ છીએ જેમણે રાષ્ટ્રના સન્માનની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું અને જેમની બલિદાનની ગાથાએ દેશભક્તિના જુસ્સાને હંમેશા માટે અમર કરી દીધો હતો.

 

VIS03019

072A8966

 

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2024278) Visitor Counter : 71