સંરક્ષણ મંત્રાલય

વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન, AVSM, VSMએ નૌકાદળના વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

Posted On: 01 MAY 2024 12:42PM by PIB Ahmedabad

વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન, AVSM, VSMએ 1લી મે 2024ના રોજ નૌકાદળના વાઇસ ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. કાર્યભાર સંભાળ્યા બાદ, ફ્લેગ ઓફિસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ફ્લેગ ઓફિસરને 1લી જુલાઇ 87ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેઓ કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વોરફેરના નિષ્ણાત છે. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા; જોઈન્ટ સર્વિસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, શ્રીવેનહામ, યુનાઈટેડ કિંગડમ; કોલેજ ઓફ નેવલ વોરફેર, કારંજા; અને યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ વોર કોલેજ, ન્યુપોર્ટ, રોડ આઇલેન્ડ, યુએસએના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ પ્રાપ્ત કરનાર, એડમિરલે તેમની કારકીર્દિમાં ઘણાં મુખ્ય ઓપરેશનલ, સ્ટાફ અને પ્રશિક્ષણ નિમણૂંકો પર કામ કર્યું છે, જેમાં મિસાઈલ જહાજો INS વિદ્યુત અને INS વિનાશના કમાન્ડ; મિસાઇલ કાર્વેટ INS કુલીશ; માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS મૈસુર અને એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યનો સમાવેશ થાય છે.

રીઅર એડમિરલના હોદ્દા પર પ્રમોશન પર, તેમણે હેડક્વાર્ટર, સધર્ન નેવલ કમાન્ડ, કોચી ખાતે ચીફ સ્ટાફ ઓફિસર (તાલીમ) તરીકે સેવા આપી હતી અને સમગ્ર ભારતીય નૌકાદળમાં તાલીમના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. નૌકાદળના તમામ વર્ટિકલ્સમાં ઓપરેશનલ સેફ્ટીની દેખરેખ રાખતી ભારતીય નૌકા સુરક્ષા ટીમના ગઠનમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેઓ ફ્લેગ ઓફિસર સી ટ્રેનિંગ તરીકે નૌકાદળના વર્ક-અપ ઓર્ગેનાઈઝેશનના વડા બન્યા, ત્યારબાદ તેમણે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ, વેસ્ટર્ન ફ્લીટ તરીકે નિયુક્ત કરવાનો વિશેષાધિકાર મળ્યો. સ્વોર્ડ આર્મની કમાન્ડિંગ કર્યા પછી, તેઓ ભારત સરકારના ફ્લેગ ઓફિસર ઑફશોર ડિફેન્સ એડવાઇઝરી ગ્રુપ અને સલાહકાર, ઑફશોર સિક્યુરિટી એન્ડ ડિફેન્સ તરીકે નિયુક્ત થયા.

વાઇસ એડમિરલના હોદ્દા પર બઢતી પર, ફ્લેગ ઓફિસર પશ્ચિમી નૌકા કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ અને NHQ ખાતે કર્મચારી સેવાઓના નિયંત્રક હતા. નૌકાદળના વાઇસ ચીફ તરીકે તેમન વર્તમાન કાર્યભાર પહેલાં, તેમણે NHQ ખાતે ચીફ ઑફ પર્સનલ તરીકે સેવા આપી હતી.

વીએડીએમ સ્વામીનાથનની શૈક્ષણિક લાયકાતમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નવી દિલ્હીમાંથી BSc ડિગ્રી; કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, કોચીમાંથી ટેલિકોમ્યુનિકેશન્સમાં એમએસસી; કિંગ્સ કોલેજ, લંડનમાંથી સંરક્ષણ અભ્યાસમાં MA; મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં એમફિલ; અને મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં પીએચડીનો સમાવેશ થાય છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2019288) Visitor Counter : 82