ચૂંટણી આયોગ

સામાન્ય ચૂંટણી 2024 પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન


ભારતના ચૂંટણી પંચે પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે મતદારોના મતદાનના આંકડા પ્રકાશિત કર્યા

Posted On: 30 APR 2024 8:01PM by PIB Ahmedabad

સામાન્ય ચૂંટણી 2024માં, પ્રથમ તબક્કામાં 102 સંસદીય મતવિસ્તાર માટે 66.14 ટકાવારી અને બીજા તબક્કામાં 88 સંસદીય મતવિસ્તાર માટે 66.71 ટકા મતદાન નોંધાયું છે. બંને તબક્કા માટે પુરુષ અને મહિલા મતદાતાઓ દ્વારા કરવામાં આવેલા મતદાનના આંકડા નીચે મુજબ છે:

તબક્કાઓ

પુરુષ મતદારો દ્વારા મતદાન

મહિલા મતદારો દ્વારા મતદાન

થર્ડ જેન્ડર વોટર્સ દ્વારા મતદાન

કુલ મતદાન

તબક્કો 1

66.22%

66.07%

31.32%

66.14%

તબક્કો 2

66.99%

66.42%

23.86%

66.71%

2. તબક્કા-1 માટે રાજ્યવાર અને સંસદીય મતવિસ્તાર અનુસાર મતદારો દ્વારા મતદાન ડેટા ટેબલ 1 અને 2માં આપવામાં આવ્યા છે અને તબક્કા 2 માટે અનુક્રમે 3 અને 4માં આપવામાં આવ્ય છે. ખાલી સેલ તે વાતના સંકેત છે કે તે શ્રેણીમાં કોઈ રજીસ્ટર્ડ મતદારો નથી. મતદાર ક્ષેત્ર અને વિધાનસભા મત વિસ્તાર મુજબના ડેટાને વોટર ટર્ન આઉટ એપ્લિકેશન પર નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે, જેમ કે રિટર્નિંગ ઓફિસરો દ્વારા ફોર્મ 17 સી દ્વારા આઇટી સિસ્ટમોમાં અપડેટ્સ કરવામાં આવે છે. ફોર્મ 17 સીની નકલ પણ તમામ ઉમેદવારોને તેમના પોલિંગ એજન્ટો દ્વારા મતવિસ્તારના દરેક મતદાન મથક માટે પૂરી પાડવામાં આવે છે. ફોર્મ 17 સીની વાસ્તવિક માહિતી માન્ય રહેશે, જેને પહેલાંથી જ ઉમેદવારો સાથે શેર કરવામાં આવી છે. મતદાન સંબંધિત અંતિમ આંકડા પોસ્ટલ બેલેટની ગણતરી અને તેને કુલ મતોની સંખ્યામાં ઉમેર્યા પછી જ ઉપલબ્ધ થશે. પોસ્ટલ બેલેટમાં સંરક્ષણ કર્મચારી મતદારો, ગેરહાજર મતદારો (85 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ, આવશ્યક સેવાઓ વગેરે) અને ચૂંટણી ફરજ પરના મતદારોના પોસ્ટલ બેલેટ સામેલ છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ, પ્રાપ્ત થયેલા આવા પોસ્ટલ બેલેટના દૈનિક હિસાબો તમામ ઉમેદવારોને આપવામાં આવે છે.

3. આ ઉપરાંત, મીડિયા કર્મીઓ સહિત વિવિધ હિતધારકોના ઝડપી સંદર્ભ માટે, સામાન્ય ચૂંટણી 2019 રાજ્ય અને સંસદીય મત વિસ્તાર મુજબ એકંદરે મતદાનના ડેટા પણ અનુક્રમે કોષ્ટક 5 અને 6માં આપવામાં આવ્યા છે.

કોષ્ટકો જોવા માટે ક્લિક કરો

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2019253) Visitor Counter : 1875