કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

ન્યાયમૂર્તિ રિતુ રાજ અવસ્થીએ, ભારતના લોકપાલના ન્યાયિક સભ્ય તરીકે શપથ લીધા


શ્રી પંકજ કુમાર અને શ્રી અજય તિર્કીએ લોકપાલના સભ્ય તરીકે શપથ લીધા

Posted On: 27 MAR 2024 4:25PM by PIB Ahmedabad

ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થીએ ન્યાયિક સભ્ય, લોકપાલ તરીકે શપથ લીધા .જસ્ટિસ એ.એમ. ખાનવિલકરે ભારતના લોકપાલના અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા હતા.

શ્રી પંકજ કુમાર અને શ્રી અજય તિર્કીએ સભ્ય, લોકપાલ તરીકે શપથ લીધા. શપથ સમારોહ આજે નવી દિલ્હીમાં ભારતના લોકપાલ કાર્યાલયમાં યોજાયો હતો.

નવી નિમણૂકો જસ્ટિસ પી.કે. મોહંતી અને જસ્ટિસ અભિલાષા કુમારી નામના બે વર્તમાન ન્યાયિક સભ્યો અને શ્રી ડી.કે. જૈન, શ્રીમતી અર્ચના રામાસુંદરમ અને શ્રી મહેન્દ્ર સિંહ નામના ત્રણ સભ્યોએ 26મી માર્ચ 2024ના રોજ લોકપાલમાં તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોવાથી આ નવી નિમણૂંકો થઈ છે.

શ્રી જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, ભારતના લોકપાલના ન્યાયિક સભ્ય તરીકે જોડાતા પહેલા, ભારતના 22મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે સેવા આપતા હતા. તે પહેલા તેઓ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા.

શ્રી પંકજ કુમાર ગુજરાત કેડરના 1986 બેચના IAS અધિકારી છે. ભારતના લોકપાલના સભ્ય તરીકે જોડાતા પહેલા તેઓ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા.

શ્રી અજય તિર્કી મધ્ય પ્રદેશ કેડરના 1987 બેચના IAS અધિકારી છે. ભારતના લોકપાલના સભ્ય તરીકે જોડાતા પહેલા, તેઓ ભારત સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ તરીકે સેવા આપતા હતા.

શ્રી પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અને CBI અને EDના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ સમારોહમાં હાજર રહ્યા હતા.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2016484) Visitor Counter : 69