વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

નવી દિલ્હીમાં ચોથી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટઅપ ફોરમનું આયોજન


સ્ટાર્ટઅપ્સ વચ્ચે નવીનતા અને સહયોગને ઉત્પ્રેરિત કરવા માટે એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ

Posted On: 21 MAR 2024 1:38PM by PIB Ahmedabad

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સ્ટાર્ટઅપ ફોરમની ચોથી આવૃત્તિનું આયોજન 19 માર્ચ, 2024ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. આ પહેલમાં એસસીઓનાં સભ્ય દેશો વચ્ચે સ્ટાર્ટઅપ આદાન-પ્રદાનને વિસ્તૃત કરવા, નવીનતાને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા, રોજગારીનાં સર્જનને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને નવીન સમાધાનો વિકસાવવા પ્રેરણા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ ફોરમના સંપૂર્ણ સત્રમાં એસસીઓનાં સભ્ય દેશોનાં પ્રતિનિધિમંડળ, એસસીઓ સ્ટાર્ટઅપ્સનાં પ્રતિનિધિમંડળ, સભ્ય દેશોમાં સ્ટાર્ટઅપ માટે નોડલ એજન્સીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને રાજદ્વારીઓ સામેલ થયા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર વિભાગ (ડીપીઆઈઆઈટી)ના સચિવ શ્રી રાજેશ કુમાર સિંહે રાષ્ટ્રના અર્થતંત્રને વેગ આપવામાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની ભૂમિકા પર પ્રકાશ પાડતા મુખ્ય ભાષણ આપ્યું હતું. ડીપીઆઈઆઈટીના સંયુક્ત સચિવ શ્રી સંજીવે પ્રતિનિધિમંડળને ભારતની સ્ટાર્ટઅપ સફર અને ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટેની પહેલ વિશે સંબોધન કર્યું હતું.

એસસીઓ પેવેલિયન ખાતે એક શોકેસ તક પૂરી પાડવામાં આવી હતી જ્યાં 15થી વધુ એસસીઓ સ્ટાર્ટઅપ્સે તેમના ઉત્પાદનો અને સેવાઓ બતાવી હતી. આ શોકેસે આ ઉદ્યોગસાહસિકોને પ્રેરિત કરવા, શિક્ષિત કરવા અને સશક્ત બનાવવા માટે રચાયેલ નેટવર્કિંગની તકો પૂરી પાડી હતી. આ ઉપરાંત પ્રતિનિધિઓએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા 'સીડ ફંડની સ્થાપના: નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક વ્યૂહાત્મક અભિગમ' વિષય પર આયોજિત વર્કશોપમાં પણ ભાગ લીધો હતો. વર્કશોપમાં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે સીડ ફંડ્સ સ્થાપવાના વિવિધ મોડેલોને સમજવા માટે ઇન્ટરેક્ટિવ સેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્કશોપમાં સહભાગીઓને સીડ ફંડની સ્થાપનામાં સામેલ વ્યૂહાત્મક આયોજન અને અમલની વ્યાપક આંતરદૃષ્ટિ પ્રદાન કરવામાં આવી હતી.

તમામ સભ્ય દેશો 16 સપ્ટેમ્બર, 2022ના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં એસસીઓનાં રાષ્ટ્રાધ્યક્ષોનાં શિખર સંમેલનમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે વિશેષ કાર્યકારી જૂથ (એસડબલ્યુજી)ની રચના કરવા સંમત થયા હતા. અર્થતંત્રને આગળ ધપાવવા અને તેમાં વિવિધતા લાવવા માટે નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનાં મહત્ત્વને ધ્યાનમાં રાખીને ભારતે વર્ષ 2020માં એસસીઓનાં સભ્ય દેશો વચ્ચે સહકારનાં નવા આધારસ્તંભનું સર્જન કરવા આ પહેલનો પ્રસ્તાવ મૂક્યો હતો. એસડબલ્યુજીની રચના એસસીઓનાં સભ્ય દેશો વચ્ચે જોડાણને પ્રોત્સાહન આપવાનાં વિઝન સાથે કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને લાભ આપવાનો હતો, એટલું જ નહીં, પ્રાદેશિક આર્થિક વિકાસને પણ વેગ આપવાનો હતો. વર્ષ 2023માં ડીપીઆઇઆઇટીની અધ્યક્ષતામાં અનેક તબક્કાની બેઠકો પછી સભ્ય દેશોએ એસસીઓમાં ભારત દ્વારા કાયમી ધોરણે અધ્યક્ષતામાં એસડબ્લ્યુજીનાં નિયમોને મંજૂરી આપવાનો અને તેને અપનાવવાનો નિર્ણય લીધો હતો.

ડીપીઆઈઆઈટીએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ માટે વિવિધ પહેલનું આયોજન કર્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરીને, ભારતે નવીનતાનાં પદચિહ્નને વિસ્તૃત કરવાની તક ઝડપી લીધી હતી, સંપૂર્ણ ઇકોસિસ્ટમને એકસાથે જોડી હતી અને એસસીઓનાં અન્ય સભ્ય દેશોને પણ આ પ્રકારનાં કાર્યક્રમો હાથ ધરવા માટે પ્રેરિત કર્યા હતાં. એસસીઓનાં સભ્ય રાષ્ટ્રોમાં સ્થાનિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સશક્ત બનાવવાનાં ઉદ્દેશ સાથે ભારત દ્વારા સ્ટાર્ટઅપ જોડાણનું આયોજન કરવામાં આવે છે તથા રોકાણકારો અને કોર્પોરેટ સંલગ્નતા પ્રવૃત્તિઓને માર્ગદર્શન આપીને અને સક્ષમ બનાવીને સ્ટાર્ટઅપ્સને મૂલ્ય પ્રદાન કરવાનો છે.

આગળ વધતા, ભારત નવેમ્બર 2024માં એસડબલ્યુજીની બીજી બેઠક અને જાન્યુઆરી 2025માં એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ 5.0ની યજમાની કરશે.

અગાઉ સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ એસસીઓનાં સભ્ય દેશો માટે વિવિધ પહેલોનું આયોજન કર્યું હતું, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ

1. એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ 1.0: વર્ષ 2020માં એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમે એસસીઓનાં સભ્ય દેશો વચ્ચે સ્ટાર્ટઅપ માટે બહુપક્ષીય સહકાર અને જોડાણનો પાયો નાંખ્યો હતો.

2. એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ 2.0: બે દિવસીય ફોરમનું આયોજન વર્ષ 2021માં વર્ચ્યુઅલ રીતે ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા કસ્ટમાઇઝ્ડ પ્લેટફોર્મ મારફતે કરવામાં આવ્યું હતું, જે ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફોરમમાં એસસીઓ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે સંપર્કનું સિંગલ પોઇન્ટ એસસીઓ સ્ટાર્ટઅપ હબ શરૂ કરવામાં આવ્યું હતું.

3. ફોકસ્ડ મેન્ટરશિપ પ્રોગ્રામઃ એસસીઓ સ્ટાર્ટઅપના સ્થાપકો વચ્ચે ક્ષમતાનું નિર્માણ કરવા માટેચૂંટાયેલા સ્ટાર્ટઅપ્સ માટે વર્ષ 2022માં 3 મહિના લાંબી વર્ચ્યુઅલ મેન્ટરશિપ સીરિઝ 'સ્ટાર્ટિંગ-અપ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાર્ટઅપ્સને કુલ 100+ કલાકની મેન્ટરશિપ આપવામાં આવી હતી.

4. એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ 3.0 : ડીપીઆઈઆઈટીએ એસસીઓનાં સભ્ય દેશો માટે વર્ષ 2023માં સૌપ્રથમ ફિઝિકલ એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમનું આયોજન કર્યું હતું. પ્રતિનિધિઓએ 'દ્વિપક્ષીય અને બહુપક્ષીય ઇજનેરીની ભૂમિકા' વિષય પર એક કાર્યશાળામાં ભાગ લીધો હતો, જે પછી આઇઆઇટી દિલ્હીમાં ઇન્ક્યુબેટરની મુલાકાત લીધી હતી.

5. એસડબ્લ્યુજીની પ્રથમ બેઠકઃ ભારતની સ્થાયી અધ્યક્ષતામાં આયોજિત એસસીઓનાં વિશેષ કાર્યકારી જૂથનાં સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન (એસડબલ્યુજી)ની પ્રથમ બેઠક વર્ષ 2023માં 'ગ્રોઇંગ ફ્રોમ રુટ્સ' થીમ પર યોજાઈ હતી. એસસીઓનાં 9 સભ્ય દેશોનાં 25 પ્રતિનિધિઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો અને આ વિષયમાં આવરી લેવાયેલાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રો સાથે સંબંધિત જોડાણનાં સંભવિત ક્ષેત્રોને પોતપોતાના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ અને સહકારનાં સંભવિત ક્ષેત્રો પ્રસ્તુત કર્યા હતાં.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2015895) Visitor Counter : 71