માહિતી અને પ્રસારણ મંત્રાલય
પુરી બીચ પર સુદર્શન પટ્ટનાયકનું રેતીનું શિલ્પ "મેરા પહેલા વોટ દેશ કે લિયે" અભિયાનને એક નવું પરિમાણ આપે છે
Posted On:
10 MAR 2024 2:36PM by PIB Ahmedabad
"મેરા પહેલા વોટ દેશ કે લિયે" ઝુંબેશ જેમ જેમ દેશભરમાં વેગ પકડી રહી છે, પ્રખ્યાત રેત કલાકાર સુદર્શન પટ્ટનાયકે ઓડિશાના પુરી બીચ પર રેતીનું શિલ્પ બનાવ્યું છે. તેમની આર્ટવર્ક દ્વારા, તેમણે યુવા અને પ્રથમ વખતના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને આપણી લોકશાહીને સમૃદ્ધ અને મજબૂત બનાવવા વિનંતી કરી છે.
પટ્ટનાયકની આર્ટવર્કની પ્રશંસા કરતા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે "રેતી પર બનેલી છે, પરંતુ તેની છાપ દરેક ભારતીયના મન પર રહી છે". પ્રધાને તેમની X પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, "#MeraPehlaVoteDeshKeliye અભિયાન દેશના દરેક ખૂણે પહોંચી ગયું છે, પ્રથમ વખતના મતદારોને લોકતાંત્રિક પ્રક્રિયાનો ભાગ બનવા માટે અજોડ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, રેતી પર કોતરાયેલા આ અભિયાન સુંદર અભિવ્યક્તિ જોઈ રહ્યા છીએ."
"મેરા પહેલા વોટ દેશ કે લિયે" અભિયાન દેશની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ચલાવવામાં આવી રહ્યું છે. પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા મતદારોને બહાર લાવવા અને મતદાન કરવા માટે જોડવા તેમજ પ્રોત્સાહિત કરવાનો છે. રાષ્ટ્રના ભલા માટે મતદાનનું મહત્વ જણાવવાનો છે. આ પહેલ વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીના મહત્વ અને મતદાનના ગૌરવનું પ્રતીક છે.


AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2013328)
Visitor Counter : 151