કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની ઉજવણી કરાશે


8.3.24ના રોજ 'વિમેન ઇન સિવિલ સર્વિસ' વેબિનારનું આયોજન

રાષ્ટ્રીય વેબિનારને રમતગમત સચિવ, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના સચિવ અને ગ્રાહક બાબતોના ઓએસડી દ્વારા સંબોધવામાં આવશે

Posted On: 07 MAR 2024 12:16PM by PIB Ahmedabad

મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી માટે દર વર્ષે 8મી માર્ચનાં રોજ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (IWD)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મહિલા સશક્તિકરણના માર્ગમાં આવતા વિવિધ મુદ્દાઓ અને લિંગ સમાનતા હાંસલ કરવા માટે જરૂરી નીતિગત પગલાં પર વિચાર કરવાની તક પૂરી પાડે છે.

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમોના ભાગ રૂપે 8 માર્ચ, 2024ના રોજ બપોરે 3 વાગ્યે “નાગરિક સેવામાં મહિલાઓ” થીમ પર વર્ચ્યુઅલ રાઉન્ડ-ટેબલ વેબિનારનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં તમામ મંત્રાલયો/વિભાગો, રાજ્યના એઆર વિભાગો અને જિલ્લા કલેક્ટરોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

વેબિનારના મુખ્ય વક્તા ભારત સરકારના રમતગમત વિભાગના સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદી, ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના સચિવ શ્રીમતી. અનિતા પ્રવીણ, અને ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ વિભાગના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી શ્રીમતી. નિધિ ખરે ઉપસ્થિત રહેશે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2012129) Visitor Counter : 68