રાષ્ટ્રપતિ સચિવાલય

હવે મુલાકાતીઓ સાંજે 5 વાગ્યાની બદલે સાંજે 6 વાગ્યા સુધી અમૃત ઉદ્યાનની મુલાકાત લઈ શકશે

Posted On: 02 MAR 2024 11:40AM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ ભવનનનું અમૃત ઉદ્યાન 31 માર્ચ, 2024 સુધી  ઉદ્યાન ઉત્સવ-1,2024 અંતર્ગત  જાહેર દર્શન માટે ખુલ્લું છે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સવારે 10.00થી સાંજે 6.00 સુધી (છેલ્લી એન્ટ્રી- સાંજે 5.00 વાગ્યા સુધી) ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. અગાઉ તે સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી (છેલ્લી એન્ટ્રી-સાંજે 4.00 વાગ્યા સુધી) ખુલ્લું રહતું હતું. 

આ વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાય છેઃ https://visit.rashtrapatibhavan.gov.in/visit/amrit-udyan/rE. વોક-ઇન મુલાકાતીઓએ રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 12 નજીક સુવિધા કાઉન્ટર અથવા સેલ્ફ સર્વિસ કિઓસ્ક પર નોંધણી કરાવવી પડશે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2010868) Visitor Counter : 76