ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી
અડવાણીજીને એવા રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે જેમણે ભારતીય રાજકારણમાં પ્રમાણિકતાના માપદંડો નક્કી કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમને 'ભારત રત્ન'થી સન્માનિત કરવાનો નિર્ણય પણ કરોડો દેશવાસીઓ માટે પણ સન્માન સમાન
તેમના લાંબા જાહેર જીવનમાં, તેમણે દેશ, સંસ્કૃતિ અને લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ માટે અથાક લડત આપી
प्रविष्टि तिथि:
03 FEB 2024 2:01PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી છે.
X પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, અડવાણીજી તેમના સમગ્ર જીવન દરમિયાન નિઃસ્વાર્થ ભાવે દેશ અને તેમના દેશવાસીઓની સેવા કરવા માટે સમર્પિત રહ્યા છે. દેશના નાયબ પ્રધાનમંત્રી જેવી વિવિધ બંધારણીય જવાબદારીઓ નિભાવતી વખતે તેમણે પોતાના મજબૂત નેતૃત્વથી દેશની સુરક્ષા, એકતા અને અખંડિતતા માટે અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું. અડવાણીજીને એવા રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે જેમણે ભારતીય રાજકારણમાં પ્રમાણિકતાના માપદંડો નક્કી કર્યા. તેમના લાંબા જાહેર જીવનમાં, તેમણે દેશ, સંસ્કૃતિ અને લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ માટે અથાક લડત આપી. પક્ષ અને વિચારધારા પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાનને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાનો નિર્ણય પણ કરોડો દેશવાસીઓ માટે પણ સન્માન સમાન છે.
CB/JD
(रिलीज़ आईडी: 2002221)
आगंतुक पटल : 201