મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે મે, 2009થી નવેમ્બર, 2015નાં ગાળા માટે ખાતર (યુરિયા)ને સ્થાનિક ગેસનો પુરવઠો પૂરો પાડવા માર્કેટિંગ માર્જિનને મંજૂરી આપી

Posted On: 01 FEB 2024 11:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 મે, 2009થી 17 નવેમ્બર, 2015 સુધીનાં ગાળા માટે ખાતર (યુરિયા) એકમોને સ્થાનિક ગેસનો પુરવઠો આપવા પર માર્કેટિંગ માર્જિન નક્કી કરવા માટે મંજૂરી આપી છે.

આ મંજૂરી માળખાગત સુધારો છે. ગેસ માર્કેટિંગ કંપની દ્વારા ગેસના માર્કેટિંગ સાથે સંકળાયેલા વધારાના જોખમ અને ખર્ચને લેવા માટે ગેસની કિંમત કરતા વધુ રકમ અને ગ્રાહકો પાસેથી માર્કેટિંગ માર્જિન લેવામાં આવે છે. સરકારે અગાઉ વર્ષ 2015માં યુરિયા અને એલપીજી ઉત્પાદકોને ઘરેલું ગેસના પુરવઠા પર માર્કેટિંગ માર્જિન નક્કી કર્યું હતું.

આ મંજૂરીથી વિવિધ ફર્ટિલાઇઝર (યુરિયા) એકમોને 01.05.2009થી 17.11.2015ના સમયગાળા દરમિયાન ખરીદવામાં આવેલા ઘરેલુ ગેસ પર તેમના દ્વારા ચૂકવવામાં આવતા માર્કેટિંગ માર્જિનના ઘટક માટે વધારાની મૂડી પ્રદાન કરવામાં આવશે, જે 18.11.2015થી ચુકવવામાં આવેલા દરો પર આધારિત છે.

આત્મનિર્ભર ભારતના સરકારના વિઝનને અનુરૂપ આ મંજૂરીથી ઉત્પાદકોને રોકાણ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. વધેલું રોકાણ ખાતરોમાં આત્મનિર્ભરતા તરફ દોરી જશે અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ભવિષ્યના રોકાણ માટે નિશ્ચિતતાનું તત્વ પ્રદાન કરશે.

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2001091) Visitor Counter : 109