પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના” શરૂ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી


આ યોજનાનો ઉદ્દેશ્ય ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાનો છે.

પીએમએ મોટી સંખ્યામાં રૂફટોપ સોલાર અપનાવવા માટે રહેણાંક વિસ્તારના ગ્રાહકોને એકત્રિત કરવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવાનો નિર્દેશ આપ્યો

Posted On: 22 JAN 2024 7:29PM by PIB Ahmedabad

સૂર્યવંશી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર અયોધ્યાની તેમની મુલાકાત પછી તરત જ, પ્રધાનમંત્રીએ લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે "પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના" શરૂ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.

બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સૂર્યની શક્તિનો ઉપયોગ દરેક ઘરને છત વડે તેમના વીજળીના બીલને ઘટાડવા અને તેમને તેમની વીજળીની જરૂરિયાતો માટે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવા માટે કરી શકાય છે.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો ઉદ્દેશ્ય ઓછી અને મધ્યમ આવક ધરાવતા વ્યક્તિઓને સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન દ્વારા વીજળી પૂરી પાડવાની સાથે વધારાની વીજળી ઉત્પાદન માટે વધારાની આવકની ઓફર કરવાનો છે.

પ્રધાનમંત્રીએ એ પણ નિર્દેશ આપ્યો હતો કે મોટી સંખ્યામાં રૂફટોપ સોલર અપનાવવા માટે રહેણાંક સેગમેન્ટના ગ્રાહકોને એકત્રિત કરવા માટે એક વિશાળ રાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરવી જોઈએ.

YP/JD(Release ID: 1998638) Visitor Counter : 1092