ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે લાઇટકોર, શિલોંગ ખાતે આસામ રાઇફલ્સ હેડક્વાર્ટરની મુલાકાત લીધી


કેન્દ્રીય ગૃહ મંત્રીએ આસામ રાઈફલ્સ હેડક્વાર્ટર ખાતે યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી

શ્રી અમિત શાહે આસામ રાઈફલ્સના જવાનોના મનોબળની પ્રશંસા કરી, દેશની સુરક્ષા માટે આસામ રાઈફલ્સના બહાદુર સૈનિકોએ આપેલું બલિદાન અજોડ છે અને રાષ્ટ્ર તેમના બલિદાન માટે હંમેશા ઋણી રહેશે

Posted On: 19 JAN 2024 1:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે લાઇટકોર, શિલોંગ ખાતે આસામ રાઇફલ્સના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આસામ રાઈફલ્સ હેડક્વાર્ટર ખાતે યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001E7SQ.jpg

શ્રી અમિત શાહે આસામ રાઈફલ્સના જવાનોના મનોબળની પ્રશંસા કરતા કહ્યું કે દેશની સુરક્ષા માટે આસામ રાઈફલ્સના બહાદુર સૈનિકોએ આપેલું બલિદાન અજોડ છે અને રાષ્ટ્ર તેમના બલિદાન માટે હંમેશા ઋણી રહેશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002R8Y6.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગઈકાલે આસામ રાઈફલ્સ હેડક્વાર્ટર ખાતે સાયબર સિક્યોરિટી ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું જે સાયબર હુમલાના જોખમોથી પોતાને બચાવવામાં દળને મદદ કરશે.

YP/GP(Release ID: 1997723) Visitor Counter : 82