પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 18મી જાન્યુઆરીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે


આ કાર્યક્રમમાં દેશભરમાંથી હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાશે

Posted On: 17 JAN 2024 5:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે.

15મી નવેમ્બર, 2023ના રોજ તેની શરૂઆત થઈ ત્યારથી, પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે નિયમિતપણે વાતચીત કરી છે. પાંચ વખત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા (30મી નવેમ્બર, 9મી ડિસેમ્બર 16મી ડિસેમ્બર, 27મી ડિસેમ્બર અને 8મી જાન્યુઆરી, 2024) દ્વારા વાતચીત થઈ છે. ઉપરાંત, પ્રધાનમંત્રીએ ગયા મહિને વારાણસીની મુલાકાત દરમિયાન સતત બે દિવસ (17મી-18મી ડિસેમ્બર) વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ રીતે વાતચીત કરી હતી.

આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરીને સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા 15 કરોડને વટાવી ગઈ છે. ભૂમિગત સ્તરે ઊંડો પ્રભાવ પેદા કરવામાં યાત્રાની સફળતાનું પ્રમાણ છે જે દેશભરના લોકોને વિકસિત ભારતના સહિયારા દ્રષ્ટિકોણ પ્રત્યે એકજૂટ કરે છે.

YP/JD


(Release ID: 1996996) Visitor Counter : 149