પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરમાં દર્શન અને પૂજન-અર્ચન કર્યા
प्रविष्टि तिथि:
16 JAN 2024 6:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્ર પ્રદેશમાં પુટ્ટપર્થીના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરમાં દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા. શ્રી મોદીએ તેલુગુમાં રંગનાથ રામાયણના શ્લોકો સાંભળ્યા અને થોલુ બોમ્મલતા તરીકે ઓળખાતી આંધ્રપ્રદેશની પરંપરાગત છાયા કઠપૂતળી કલા દ્વારા દૃષ્ટિથી રજૂ કરાયેલ જટાયુની વાર્તાના સાક્ષી બન્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પ્રભુ શ્રી રામના ભક્તો માટે લેપાક્ષીનું ખૂબ મહત્વ છે. આજે મને વીરભદ્ર મંદિરમાં પ્રાર્થના કરવાનું સન્માન મળ્યું. મેં પ્રાર્થના કરી કે ભારતના લોકો સુખી, સ્વસ્થ રહે અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરે.”
"વીરભદ્ર મંદિર, લેપાક્ષીમાં, રંગનાથ રામાયણ સાંભળ્યું અને રામાયણ પર કઠપૂતળીનો શો પણ જોયો."
YP/JD
(रिलीज़ आईडी: 1996732)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam