સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

માન્યતા વિ. હકીકત


મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે સરકાર 9-4 વર્ષની વયજૂથની બાળકીઓ માટે એચપીવી રસીકરણ અભિયાન શરૂ કરશે, આ જાણકારી ખોટી અને કાલ્પનિક છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અત્યાર સુધીમાં એચપીવી રસીકરણ શરૂ કરવા વિશે નિર્ણય લીધો નથી

Posted On: 13 JAN 2024 4:36PM by PIB Ahmedabad

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં અટકળો લગાવાઈ રહી છે કે કેન્દ્ર સરકાર 9-14 વર્ષના વયજૂથની બાળકીઓ માટે વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) રસીકરણ અભિયાન શરૂ કરશે. આવા સમાચારો સાચા નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અત્યાર સુધી દેશમાં એચપપીવી રસીકરણ શરૂ કરવા અંગે નિર્ણય લીધો નથી. આ દેશમાં સર્વાઈકલ કેન્સરના કેસો પર ઝીણવટથી દેખરેખ રાખી રહ્યું છે અને આ મામલે રાજ્યો અને વિવિધ આરોગ્ય વિભાગોની સાથે સતત સંપર્કમાં છે.

YP/JD



(Release ID: 1995877) Visitor Counter : 93