પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઊંડા પાણીના કૃષ્ણા ગોદાવરી બેસિનમાંથી તેલ ઉત્પાદનની શરૂઆતની પ્રશંસા કરી

Posted On: 08 JAN 2024 10:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જટિલ અને મુશ્કેલ ઊંડા પાણીના કૃષ્ણા ગોદાવરી બેસિન (KG-DWN-98/2 બ્લોક, બંગાળની ખાડીના કિનારે આવેલા)માંથી પ્રથમ તેલ ઉત્પાદન શરૂ કરવાની પ્રશંસા કરી હતી.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીના X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ભારતની ઊર્જા યાત્રામાં આ એક નોંધપાત્ર પગલું છે અને આત્મનિર્ભર ભારત માટેના આપણા મિશનને વેગ આપે છે. તેનાથી આપણા અર્થતંત્ર માટે પણ ઘણા ફાયદા થશે.”

***********

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1994060) Visitor Counter : 148