સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

વધુ 37 ઉત્પાદનોને સરળીકૃત પ્રમાણપત્ર યોજના હેઠળ લાવવામાં આવ્યા

સર્ટિફિકેશન માટે લાગતો સમય આઠથી ઘટાડીને બે અઠવાડિયા કરવામાં આવ્યો

મૂલ્યાંકન ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી

Posted On: 02 JAN 2024 11:11AM by PIB Ahmedabad
  • ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)ની ટેકનિકલ શાખા ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેન્ટર (ટીઇસી)એ સિમ્પલીસ્ટિંગ સર્ટિફિકેશન સ્કીમ (એસસીએસ) ડબલ્યુ..એફ. 01 જાન્યુઆરી 2024 હેઠળ વધુ 37 ઉત્પાદનોને આવરી લેવાયા છે. . આ પ્રમાણપત્ર માટે લેવામાં આવતા સમયને આઠ અઠવાડિયાથી ઘટાડીને બે અઠવાડિયા કરાશે અને વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપશે. આ ઉત્પાદનોમાં મીડિયા ગેટવે, આઇપી સિક્યોરિટી ઇક્વિપમેન્ટ, આઇપી ટર્મિનલ્સ, ઓપ્ટિકલ ફાઇબર અથવા કેબલ, ટ્રાન્સમિશન ટર્મિનલ ઇક્વિપમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. એસસીએસ હેઠળ કુલ ઉત્પાદનો હવે બારથી વધીને ઓગણપચાસ થઈ ગયા છે.

તદુપરાંત, જીસીએસ અને એસસીએસ કેટેગરીને ધ્યાનમાં લીધા વિના એમટીસીટીઇ હેઠળ સબમિટ કરવામાં આવેલી આવશ્યક જરૂરિયાત (ઇઆર) આધારિત ડબલ્યુ..એફ. 01 જાન્યુઆરી 2024 અરજીઓ માટે ટીઇસી દ્વારા ફક્ત વહીવટી ફી લેવામાં આવશે .

મૂલ્યાંકન ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે. ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઇએમ) અથવા અરજદારો માટે આ એક મોટી રાહત છે, કારણ કે તે એપ્લિકેશન ફીમાં 80 ટકાથી વધુનો ઘટાડો કરવા સમાન છે, જેથી પાલનના ભારણમાં વધુ ઘટાડો થાય છે.

અત્યારે 60 ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો છે, જેને એમટીસીટીઇ શાસન હેઠળ નોટિફાઇડ કરવામાં આવ્યાં છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1992314) Visitor Counter : 94