પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના શહીદી દિવસ પર નમન કર્યા
प्रविष्टि तिथि:
17 DEC 2023 1:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના શહીદી દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, શ્રી ગુરુ તેગ બહાદુરજીનું સ્વતંત્રતા અને માનવીય ગૌરવ માટે અપ્રતિમ બલિદાનનો પડઘો સમયપર્યંત પ્રતિબિંબિત થાય છે, જેણે માનવતાને પ્રામાણિકતા અને કરુણા સાથે જીવવા માટે પ્રેરિત કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી,
"આજે આપણે શ્રી ગુરુ તેગ બહાદુરજીની શહાદતને યાદ કરીએ છીએ, જેઓ સાહસ અને તાકાતના દીવાદાંડી સમાન હતા. સ્વતંત્રતા અને માનવીય ગૌરવ માટે તેમનું અપ્રતિમ બલિદાન સમયની સાથે પડઘો પાડે છે, જેણે માનવતાને પ્રામાણિકતા અને કરુણા સાથે જીવવાની પ્રેરણા આપી છે. એકતા અને સદાચાર પર ભાર મૂકતા તેમના ઉપદેશો, બંધુત્વ અને શાંતિની શોધમાં આપણો માર્ગ પ્રકાશિત કરે છે."
“ਅੱਜ, ਅਸੀਂ ਸਾਹਸ ਅਤੇ ਸ਼ਕਤੀ ਦੇ ਪ੍ਰਤੀਕ ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ਼ ਬਹਾਦਰ ਜੀ ਦੀ ਸ਼ਹਾਦਤ ਨੂੰ ਯਾਦ ਕਰ ਰਹੇ ਹਾਂ। ਸੁਤੰਤਰਤਾ ਅਤੇ ਮਾਨਵੀ ਮਾਣ- ਸਨਮਾਨ ਲਈ ਉਨ੍ਹਾਂ ਦੀ ਬੇਮਿਸਾਲ ਕੁਰਬਾਨੀ ਸਦਾ ਗੂੰਜਦੀ ਰਹਿੰਦੀ ਹੈ, ਜੋ ਮਾਨਵਤਾ ਨੂੰ ਇਮਾਨਦਾਰੀ ਅਤੇ ਦਇਆ ਨਾਲ ਰਹਿਣ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀ ਹੈ। ਏਕਤਾ ਅਤੇ ਸਚਾਈ 'ਤੇ ਜ਼ੋਰ ਦੇਣ ਵਾਲੀਆਂ ਉਨ੍ਹਾਂ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ, ਭਾਈਚਾਰੇ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਤਲਾਸ਼ ਵਿੱਚ ਸਾਡਾ ਮਾਰਗਦਰਸ਼ਨ ਕਰਦੀਆਂ ਹਨ।”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1987415)
आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu