ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે બનાવાના મંત્રીમંડળના નિર્ણય બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાથી વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા ખુલશે અને વિદેશી વેપારમાં પણ વધારો થશે

Posted On: 16 DEC 2023 12:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે બનાવવાના મંત્રીમંડળના નિર્ણય બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “સુરત પ્રવાસીઓ માટે માત્ર તેના ચમકદાર હીરાને કારણે જ નહીં પરંતુ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વાઇબ્રન્ટ હેરિટેજનો પણ ખજાનો છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાથી વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા ખુલશે અને વિદેશી વેપારમાં પણ વધારો થશે. તેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે બનાવવાના કેબિનેટના નિર્ણય બદલ હું પીએમ નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું.

સુરત માત્ર તેના ચળકતા હીરાને કારણે જ નહીં પરંતુ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને જીવંત વારસા માટે પણ પ્રવાસીઓ માટેનો ખજાનો છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાથી વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા ખુલશે અને વિદેશી વેપારમાં પણ વધારો થશે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1987089) Visitor Counter : 98