પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ આંધ્ર પ્રદેશના તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી

Posted On: 27 NOV 2023 10:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી. તેમણે 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે ભગવાન વેંકટેશ્વર સ્વામીના આશીર્વાદ પણ માંગ્યા છે. શ્રી મોદીએ તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની ઝલક પણ શેર કરી.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

"તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં, 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી."

 

પ્રધાનમંત્રીએ પ્રસંગની કેટલીક વધુ ઝલક શેર કરી.

 

તેમણે પોસ્ટ કર્યું:

 

ઓમ નમો વેંકટેશાય!

 

તિરુમાલાની કેટલીક વધુ ઝલક.”


(Release ID: 1980281) Visitor Counter : 111