પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 23 નવેમ્બરનાં રોજ 'સંત મીરાબાઈ જન્મોત્સવ'માં ભાગ લેવા મથુરાની મુલાકાત લેશે


સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે 'સંત મીરાબાઈ જન્મોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે

प्रविष्टि तिथि: 21 NOV 2023 5:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે ઉત્તર પ્રદેશના મથુરામાં સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ 'સંત મીરાબાઈ જન્મોત્સવ'માં ભાગ લેશે. પ્રધાનમંત્રી સંત મીરાંબાઈના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડશે. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં સંત મીરાબાઈની યાદમાં એક વર્ષ સુધી ચાલનારા કાર્યક્રમોની શરૂઆત પણ કરવામાં આવશે.

સંત મીરાબાઈ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે જાણીતા છે. તેમણે ઘણા પદ અને ભજનોની રચના કરી હતી, જે આજે પણ લોકપ્રિય છે.

CB/GP/JD


(रिलीज़ आईडी: 1978604) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Bengali , English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam