ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઉત્તરાખંડના દહેરાદૂનમાં આઈટીબીપીના 62મા સ્થાપના દિવસ સમારોહને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું


શ્રી અમિત શાહે સૈનિકો માટે સેલ્ફ સસ્ટેનેબલ એનર્જી બિલ્ડીંગ્સ (SSEB)નું અને મુશ્કેલ વિસ્તારોમાં સ્થિત BOP ખાતે શાકભાજી, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા માટે ડ્રોનનું વર્ચ્યુઅલ ઉદ્‌ઘાટન કર્યું કર્યું, ગૃહ મંત્રીએ ITBPના 147 શહીદો પર એક ફ્લિપ બુકનું પણ વિમોચન કર્યું

ભારતના 130 કરોડ લોકો બહાદુર સૈનિકોનાં બલિદાન, સાહસ અને વીરતાનું પૂરાં દિલથી સન્માન કરે છે
આઇટીબીપીના હિમવીરોએ શૌર્ય, દ્રઢતા અને કર્મનિષ્ઠા જેવા ધ્યેય સાથે ભારતની દુર્ગમ સરહદોની રક્ષા કરી છે

જ્યાં સુધી આપણા જવાનો સરહદ પર તૈનાત છે, ત્યાં સુધી ભારતની એક ઇંચ જમીન પણ કોઈ કબજે કરી શકશે નહીં
મોદી સરકારે સેનાની તર્જ પર હવાઈ અને રેલમાં સીએપીએફ માટે પણ ક્વોટા નક્કી કર્યો છે

મોદી સરકારે સરહદ પર રસ્તાઓ બનાવવા, બીઓપી બનાવવા, જવાનો માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને ગામડાંઓમાં સુવિધાઓ પૂરી પાડવા માટે ખર્ચમાં ત્રણ ગણો વધારો કર્યો છે

મોદી સરકાર સરહદી ગામડાઓને મહત્તમ સુવિધાઓ આપીને દેશનાં પહેલાં ગામડાંઓમાં વિકસાવવા માટે કામ કરી રહી છે

દિવાળી પર જ્યારે દેશનાં લોકો પોતાનાં ઘરોમાં દીવો પ્રગટાવે છે, ત્યારે સરહદ પર તૈનાત આપણા બહાદુર સૈનિકો માટે પણ દીવો પ્રગટાવે છે

Posted On: 10 NOV 2023 5:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઉત્તરાખંડના દહેરાદૂનમાં ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના 62મા સ્થાપના દિવસ સમારોહને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. શ્રી અમિત શાહે સૈનિકો માટે સેલ્ફ સસ્ટેનેબલ એનર્જી બિલ્ડિંગ્સ (SSEB) અને મુશ્કેલ વિસ્તારોમાં સ્થિત BOP (બોર્ડર ઓબ્ઝર્વેશન પોસ્ટ્સ) ખાતે શાકભાજી, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા માટે ડ્રોનનું વર્ચ્યુઅલ ઉદ્‌ઘાટન કર્યું હતું. શ્રી શાહે આઇટીબીપીના 147 શહીદો પર એક ફ્લિપ બુકનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી અને આઈટીબીપીના મહાનિદેશક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0014XP8.jpg

 

પોતાનાં સંબોધનમાં શ્રી અમિત શાહે કહ્યું કે જ્યારે દિવાળી પર દેશનાં લોકો પોતાનાં ઘરોમાં દીવો પ્રગટાવે છે, ત્યારે તેઓ સરહદ પર તૈનાત આપણા બહાદુર સૈનિકો માટે પણ દીવો પ્રગટાવે છે. તેમણે કહ્યું કે દેશના 130 કરોડ લોકો બહાદુર સૈનિકોનાં બલિદાન, સાહસ અને વીરતાનું પૂરાં દિલથી સન્માન કરે છે. તેમણે કહ્યું કે દેશનાં લોકો આખું વર્ષ શાંતિથી ઊંઘે છે કારણ કે દેશના બહાદુર સૈનિકો સરહદો પર દેશની સુરક્ષા માટે તેમનાં જીવનનાં સુવર્ણ વર્ષો સમર્પિત કરે છે. શ્રી શાહે કહ્યું કે હિમવીરોનું બલિદાન અને સેવા અમૂલ્ય છે અને આખો દેશ તેને નમન કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002LW8M.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આજે આઇટીબીપીનો સ્થાપના દિવસ છે અને શૌર્ય, દ્રઢતા અને કર્મનિષ્ઠાના ધ્યેય સાથે આપણા હિમવીરોએ છેલ્લાં 62 વર્ષથી ભારતની દુર્ગમ સરહદોની રક્ષા કરી છે. તેમણે કહ્યું કે આઇટીબીપીની પરંપરા રહી છે કે તે સાવચેત રહે અને માઇનસ 45 ડિગ્રી તાપમાનમાં દેશની સરહદોની રક્ષા કરે અને સર્વોચ્ચ બલિદાન આપવા માટે હંમેશા તૈયાર રહે. શ્રી શાહે જણાવ્યું હતું કે, 62 વર્ષ પહેલાં 7 વિભાગો સાથે શરૂ થયેલી આઇ.ટી.બી.પી. આજે એક લાખ હિમવીર, 60 બટાલિયન, 17 તાલીમ કેન્દ્રો, 16 સેક્ટર, 5 સરહદો અને 2 કમાન્ડ હેડ ક્વાર્ટર્સ સાથે એક મજબૂત દળ તરીકે ઉભરી આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં હિમવીરોની માગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સેનાની તર્જ પર હવાઈ અને રેલમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ) માટે પણ ક્વોટા નક્કી કર્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003F8MX.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે હાથ ધરવામાં આવેલી ઘણી નવી પહેલમાં સેલ્ફ સસ્ટેનેબલ એનર્જી બિલ્ડિંગ (SSEB) ખૂબ જ ખાસ છે કારણ કે ઠંડાં રણમાં 17,000 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવેલું આ ભવન આત્મનિર્ભર ભારતનું પ્રતીક બનશે. તેમણે કહ્યું કે આ ઈમારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલય તરફથી હિમવીરોને દિવાળીની અનોખી ભેટ છે. શ્રી શાહે કહ્યું કે જ્યારે બહારનું તાપમાન શૂન્યથી નીચે 40-45 ડિગ્રી સુધી ઘટી જાય છે અને પેટ્રોલ અથવા ડીઝલનો પણ ઉપયોગ કરી શકાતો નથી, ત્યારે આ ઇમારત સૈનિકોને 18-19 ડિગ્રીના તાપમાન પર સુરક્ષિત રાખશે. તેમણે કહ્યું કે સેલ્ફ સસ્ટેનેબલ એનર્જી બિલ્ડિંગ માત્ર 2 મહિનામાં પૂર્ણ થઈ હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004U7DK.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે ઊંચાઈ અને મુશ્કેલ વિસ્તારોમાં સ્થિત બી. ઓ. પી. (બોર્ડર ઓબ્ઝર્વેશન પોસ્ટ) પર શાકભાજી, દવાઓ અને અન્ય આવશ્યક લોજિસ્ટિક્સ વસ્તુઓના પુરવઠા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનો વિચાર પ્રધાનમંત્રી મોદી દ્વારા આપણા બધાની સામે મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ વિઝનને સાકાર કરવા માટે, પ્રથમ ડ્રોન આજે 15 કિલો દવાઓ અને શાકભાજી લઈને દૂરના વિસ્તારમાં પહોંચી ગયું છે, આ એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે આજે શરૂ થયેલી ડ્રોન સેવા માત્ર આપણા હિમવીર માટે જ નહીં પરંતુ સરહદી ગામોના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારોમાં સુરક્ષા જાળવવા માટે અંતરાયોને ભરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ અંતરાયોને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે તાજેતરમાં, ગૃહ મંત્રાલયની પહેલ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઇટીબીપીની 7 બટાલિયનને મંજૂરી આપી છે અને આઇ.ટી.બી.પી.ની સ્થાપના પછી આ પ્રથમ વખત છે કે 7 બટાલિયનને એકસાથે મંજૂરી આપવામાં આવી છે અને 7 બટાલિયનમાંથી 4ને ટૂંક સમયમાં તૈનાત કરવામાં આવશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ 7 બટાલિયન અને 1 સેક્ટર હેડક્વાર્ટરનું આશરે રૂ. 3000 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005WHWS.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે આઇ.ટી.બી.પી. શૌર્ય, દ્રઢતા અને કર્મનિષ્ઠા માટે જાણીતું છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં 7516 કિલોમીટર લાંબો દરિયાકિનારો અને 15,000 કિલોમીટરથી વધુ જમીન સરહદ છે. તેમણે કહ્યું કે ભારત 7 દેશો સાથે તેની જમીન સરહદો વહેંચે છે અને હિમાલય ક્ષેત્રમાં સરહદોની સુરક્ષાની જવાબદારી આઈટીબીપીને સોંપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આપણા બહાદુર હિમવીરોએ સૌથી મુશ્કેલ વિસ્તારોમાં શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સરહદોની રક્ષા કરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આઇ.ટી.બી.પી.એ 6 દાયકાની સતત સેવામાં 7 પદ્મશ્રી, 2 કીર્તિ ચક્ર, 6 શૌર્ય ચક્ર, 19 રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકો, 14 તેનઝિંગ નોર્ગે સાહસિક ચંદ્રકો અને અન્ય ઘણા ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે, જે આ દળની બહાદુરી અને બલિદાનનું પ્રતીક છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી આપણા આઈટીબીપી અને સેનાના જવાનો સરહદ પર તૈનાત છે, ત્યાં સુધી ભારતની એક ઇંચ જમીન પર પણ કોઈ કબજો કરી શકશે નહીં. તેમણે કહ્યું કે હવે હિમ વીરાંગનાઓ પણ દેશની સરહદોની સુરક્ષા માટે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આવા અંતરિયાળ વિસ્તારમાં દેશની સરહદોની સુરક્ષા માટે તૈનાત હિમ વીરાંગનાઓને વિશેષ અભિનંદન આપ્યા અને શુભેચ્છાઓ આપી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006HK8U.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે રમતગમતનાં ક્ષેત્રમાં આઈટીબીપીની ભાગીદારીમાં પણ ઘણો વધારો થયો છે, જે ખૂબ પ્રશંસનીય છે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોમાં આઈટીબીપીએ અંતરિયાળ વિસ્તારોમાં 36 લાખથી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે. તેમણે તમામ સૈનિકોને વૃક્ષો સાથે જોડાવા જણાવ્યું હતું, જેનાથી તેમનાં મનમાં મોટું પરિવર્તન અને સંવેદનશીલતા તો આવશે જ, પણ વૃક્ષોના ઉછેર સાથેનું આ જોડાણ સૈનિકોનાં મનમાં પણ મોટું પરિવર્તન લાવશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ 36 લાખ રોપાઓ 5 વર્ષમાં મોટાં વૃક્ષો બની જશે અને દેશ તેમજ સમગ્ર વિશ્વનાં પર્યાવરણને શુદ્ધ કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ મારફતે દેશને એક નવો કોન્સેપ્ટ પ્રસ્તુત કર્યો છે. અગાઉ સરહદ પર આવેલું ગામ દેશનું છેલ્લું ગામ તરીકે જાણીતું હતું, પરંતુ પ્રધાનમંત્રી શ્રી મોદી ત્યાં ગયા અને કહ્યું કે આ છેલ્લું ગામ નથી, પરંતુ દેશનું પહેલું ગામ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીજીએ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની શરૂઆત માત્ર સરહદ પર આવેલાં ગામડાંઓની વસ્તીને ટકાવી રાખવા માટે જ નહીં પરંતુ તેને વધારવા અને દેશના અન્ય ભાગોની જેમ સુવિધાઓ પૂરી પાડવાના અભિગમ સાથે કરી છે. શ્રી શાહે કહ્યું કે આ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં મોદી સરકારે 4800 કરોડ રૂપિયાનાં બજેટ સાથે 19 જિલ્લાના 46 બ્લોકનાં 662 ગામડાંઓમાં વીજળી, રસ્તાઓ, રોજગારી, કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને આરોગ્યને સુવ્યવસ્થિત કરવા માટે કામ કર્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની સરહદોની સુરક્ષાની જવાબદારી હિમવીરોની છે, પરંતુ જો આ સરહદી ગામો ખાલી થઈ જશે તો આ કામમાં ઘણી સમસ્યાઓ આવશે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં પણ આપણા સીએપીએફ તૈનાત કરવામાં આવે છે, ત્યાં આપણે તેમને વિકાસ કાર્યો માટે નોડલ એજન્સી તરીકે સ્વીકારવા જોઈએ અને તમામ સુવિધાઓ ગામડાંઓ સુધી પહોંચે તે માટે કામ થવું જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, આગામી વર્ષ દરમિયાન 168 ગામોને માર્ગ, વીજળી, દૂરસંચાર અને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, સરહદો પર સુવિધાઓના વિકાસ વિના દેશ સુરક્ષિત રહી શકે નહીં. તેમણે કહ્યું કે 2014 પહેલા ભારત-ચીન સીમા સુવિધાઓના વિકાસ પર સરેરાશ ખર્ચ દર વર્ષે 4000 કરોડ રૂપિયા હતો, પરંતુ પ્રધાનમંત્રી શ્રી મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 9 વર્ષોમાં આને વધારીને 12,340 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભારત સરકારે સરહદ પર રસ્તાઓ બનાવવા, બી.ઓ.પી. બનાવવા, જવાનો માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને ગામડાંઓમાં સુવિધાઓ પૂરી પાડવા માટે ખર્ચમાં ત્રણ ગણો વધારો કર્યો છે. શ્રી શાહે કહ્યું કે મોદી સરકારે આ મુશ્કેલ વિસ્તારમાં 350થી વધુ પુલો અને કલ્વર્ટ્સનું નિર્માણ કર્યું છે. તેમણે કહ્યું કે સરકારે છેલ્લાં 9 વર્ષમાં સૈનિકોનાં કલ્યાણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00736QP.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે શ્રી મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 9 વર્ષમાં દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી આપણે આતંકવાદ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં સફળ થયા છીએ. મૃત્યુઆંકમાં 72 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડાબેરી ઉગ્રવાદમાં 80 ટકા ઘટાડો થયો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી મોદીનાં નેતૃત્વમાં દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિ ખૂબ જ મજબૂત બની રહી છે અને આપણા હિમવીર સરહદોની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે આઝાદીનું અમૃત વર્ષ હમણાં જ સમાપ્ત થયું છે અને આઝાદીના અમૃત કાળ દરમિયાન આપણે બધાએ 2047 સુધીમાં ભારતને વિશ્વનાં દરેક ક્ષેત્રમાં પ્રથમ બનાવવાનો સંકલ્પ લેવો પડશે. શ્રી શાહે કહ્યું કે 2047 સુધીમાં આપણે ભારતને એક એવો દેશ બનાવવો પડશે જે દરેક ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરે.

CB/GP/JD



(Release ID: 1976308) Visitor Counter : 118