રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ઉત્તરાખંડના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી
Posted On:
09 NOV 2023 2:49PM by PIB Ahmedabad
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (9 નવેમ્બર, 2023) દહેરાદૂનમાં ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ ઉત્તરાખંડના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આ ખુશીની વાત છે કે નવી ઓળખ સાથે ઉત્તરાખંડનાં મહેનતુ લોકો વિકાસ અને પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યાં છે.
રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, ઉત્તરાખંડમાં ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે. સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર પણ ખાસ ધ્યાન આપી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં બહુપરિમાણીય પ્રગતિને પગલે રોકાણકારોમાં ઉત્સાહ વધી રહ્યો છે. તેમને એ જાણીને આનંદ થયો કે દહેરાદૂનમાં આગામી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના રોડ-શો દરમિયાન ગયા સપ્તાહ સુધીમાં 81,500 કરોડથી વધુના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પ્રયાસોથી ઉત્તરાખંડનાં યુવાનો માટે રોજગારીની તકો વધશે.
રાષ્ટ્રપતિએ એ જાણીને આનંદ થયો કે સરકાર ઉત્તરાખંડના વિકાસમાં ઇકોલોજી અને અર્થવ્યવસ્થા બંને પર ભાર મૂકી રહી છે. તેમણે રાજ્ય સરકારની કુલ પર્યાવરણ ઉત્પાદન (જીઇપી)નો અંદાજ કાઢવાની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કુદરતી સંસાધનોથી ભરેલા રાજ્યમાં રાજ્યના જીડીપી તેમજ રાજ્ય જીઇપી પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ટકાઉ વિકાસ મજબૂત થશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ઉત્તરાખંડની ભૂમિ વીરોની ભૂમિ રહી છે. આ રાજ્યના યુવાનો ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા અને ભારત માતાની રક્ષા કરવામાં ગર્વ અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે જુસ્સાની આ ભાવના દરેક નાગરિક માટે અનુકરણીય છે. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે ભારતીય સેનાની બે રેજિમેન્ટ - કુમાઉ રેજિમેન્ટ અને ગઢવાલ રેજિમેન્ટ - ઉત્તરાખંડના પ્રદેશોના નામ પરથી રાખવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉત્તરાખંડની શૌર્ય પરંપરાને રેખાંકિત કરે છે.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો
CB/GP/JD
(Release ID: 1975880)
Visitor Counter : 119