પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ભારતની મેડલ સંખ્યા ઐતિહાસિક 100 સુધી પહોંચી જવા પર ખુશી વ્યક્ત કરી

Posted On: 28 OCT 2023 11:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ તેમનો 100મો મેડલ જીત્યો હોવાથી આનંદ વ્યક્ત કર્યો હતો.

તેમણે ઐતિહાસિક સિદ્ધિ માટે રમતવીરો, કોચ અને તેમની સહાયક પ્રણાલીને બિરદાવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એશિયન પેરા ગેમ્સમાં 100 મેડલ! અપ્રતિમ આનંદની ક્ષણ. આ સફળતા આપણા ખેલાડીઓની તીવ્ર પ્રતિભા, સખત મહેનત અને સંકલ્પનું પરિણામ છે.

આ અદ્ભુત સીમાચિહ્નરૂપ આપણા હૃદયને અપાર ગર્વથી ભરી દે છે. હું આપણા અતુલ્ય એથ્લેટ્સ, કોચ અને તેમની સાથે કામ કરી રહેલા સમગ્ર સપોર્ટ સિસ્ટમ માટે મારી ઘેરી પ્રશંસા અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

આ વિજયો આપણને બધાને પ્રેરણા આપે છે. તેઓ એક સ્મૃતી તરીકે સેવા આપે છે કે આપણા યુવાનો માટે કંઈપણ અશક્ય નથી."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1972441) Visitor Counter : 74