સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 26 ઓક્ટોબર, 2023ના રોજ નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ) દ્વારા આયોજિત "સુધારેલા અને પરંપરાગત બિયારણોના ઉત્પાદન પર રાષ્ટ્રીય પરિસંવાદ"ને સંબોધન કરશે


શ્રી અમિત શાહ બીબીએસએસએલનાં લોગો, વેબસાઇટ અને બ્રોશરનું અનાવરણ પણ કરશે તથા બીબીએસએસએલનાં સભ્યોને સભ્યપદનાં પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે

આ પરિસંવાદ દરમિયાન બીબીએસએસએલના ઉદ્દેશો, પીએસીએસ મારફતે બિયારણના ઉત્પાદનનું મહત્ત્વ અને પાકની ઉત્પાદકતા અને પોષણમાં બિયારણની ભૂમિકા તેમજ નાના અને સીમાંત ખેડૂતોના ઉત્થાનમાં સહકારી મંડળીઓની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "સહકાર થી સમૃદ્ધિ"ના વિઝન તરફના અન્ય એક મહત્વપૂર્ણ પગલા તરીકે, ગુણવત્તાયુક્ત બિયારણનું ઉત્પાદન અને બીબીએસએસએલ મારફતે તેનું વિતરણ દેશમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરશે

તેનાથી કૃષિ અને સહકારી ક્ષેત્રમાં રોજગારીની વધુ તકોનું સર્જન થશે, આયાતી બિયારણો પરની નિર્ભરતામાં ઘટાડો થશે, ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે, "મેક ઇન ઇન્ડિયા"ને પ્રોત્સાહન મળશે અને 'અખંડ ભારત'નો માર્ગ પ્રશસ્ત થશે

Posted On: 25 OCT 2023 1:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 26 ઓક્ટોબર 2023 (ગુરુવાર)ના રોજ નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ) દ્વારા આયોજિત "સહકારી ક્ષેત્ર દ્વારા સુધારેલા અને પરંપરાગત બિયારણોના ઉત્પાદન પર રાષ્ટ્રીય પરિસંવાદ"ને સંબોધન કરશે. શ્રી અમિત શાહ લોગો, વેબસાઇટ અને બ્રોશરનું અનાવરણ પણ કરશે તથા બીબીએસએસએલનાં સભ્યોને સભ્યપદનાં પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે. આ પરિસંવાદ દરમિયાન બીબીએસએસએલના ઉદ્દેશો, પીએસીએસ મારફતે બિયારણના ઉત્પાદનનું મહત્ત્વ અને પાકની ઉત્પાદકતા અને પોષણમાં બિયારણની ભૂમિકા તેમજ નાના અને સીમાંત ખેડૂતોના ઉત્થાનમાં સહકારી મંડળીઓની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે.

બીબીએસએસએલની સ્થાપના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી દ્વારા સહકારી ક્ષેત્ર મારફતે પ્રોસેસિંગ અને માર્કેટિંગની સાથે અદ્યતન અને પરંપરાગત બીજ સંશોધન અને ઉત્પાદન માટે એક છત્ર સંસ્થા તરીકે કામ કરવા માટે રાષ્ટ્રીય સ્તરની મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે માગ-આધારિત બિયારણ ઉત્પાદન, બિયારણોના સંગ્રહ માટે માળખાગત સુવિધાનો વિકાસ, લોજિસ્ટિક્સ સપોર્ટ, ગુણવત્તામાં વૃદ્ધિ અને માનકીકરણ, ઉત્પાદિત બિયારણોનું જરૂરી સર્ટિફિકેશન અને માર્કેટિંગમાં દેશભરની સહકારી સંસ્થાઓને સહાય પૂરી પાડશે. બી.બી.એસ.એસ.એલ. સહકારી મંડળીઓને વિવિધ પાક અને જાતોના પરંપરાગત બિયારણના ગુણાકાર અને સંરક્ષણમાં પણ સહાય કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં "સહકારથી સમૃદ્ધિ"નાં વિઝન તરફ અન્ય એક મહત્ત્વપૂર્ણ પગલું સ્વરૂપે બીબીએસએસએલ મારફતે ગુણવત્તાયુક્ત બિયારણનું ઉત્પાદન અને વિતરણ દેશમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરશે. તેનાથી કૃષિ અને સહકારી ક્ષેત્રમાં રોજગારીની વધારે તકોનું સર્જન થશે, આયાતી બિયારણ પરની નિર્ભરતામાં ઘટાડો થશે, ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે, "મેક ઇન ઇન્ડિયા"ને પ્રોત્સાહન મળશે અને 'અખંડ ભારત'નો માર્ગ મોકળો થશે.

આ પરિસંવાદની શરૂઆત સહકાર મંત્રાલયના અધિકારીઓ દ્વારા સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે છેલ્લા 27 મહિનામાં હાથ ધરવામાં આવેલી 54 નવી પહેલો પર પ્રેઝન્ટેશન સાથે થશે. દેશભરમાંથી આશરે 2000 જેટલા સ્પર્ધકો ઉપરાંત હજારો સ્પર્ધકો પણ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ વન-ડે સિમ્પોઝિયમમાં ભાગ લેશે.

દેશની ત્રણ મુખ્ય સહકારી મંડળીઓ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફ્કો), ક્રિશક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (ક્રિભકો) અને નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ) અને ભારત સરકારની બે મુખ્ય વૈધાનિક સંસ્થાઓ - નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી)એ સંયુક્તપણે બીબીએસએસએલને પ્રોત્સાહન આપ્યું છે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1970829) Visitor Counter : 87