યુવા બાબતો અને રમત મંત્રાલય

શ્રી અનુરાગ ઠાકુરે ચીનમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં મેડલનો આંકડો 100ને પાર કરવા બદલ રમતવીરોને અભિનંદન પાઠવ્યા

પીએમ મોદીનું વિઝન અને તેમના દ્વારા આપવામાં આવેલી સુવિધાઓ અને આપણા ખેલાડીઓની સખત મહેનત અને સંકલ્પના કારણે ભારતે 100 મેડલ વિજય સુનિશ્ચિત કર્યુઃ શ્રી અનુરાગ સિંહ ઠાકુર

Posted On: 07 OCT 2023 12:36PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા અને રમતગમત બાબતોના મંત્રીએ ચીનમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં મેડલનો આંકડો 100ને પાર કરવા બદલ એથ્લેટ્સને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, “140 કરોડ ભારતીયો વતી તમામ ખેલાડીઓને મારી શુભેચ્છાઓ. તેઓ ભવિષ્યના ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.તેમણે કહ્યું કે એશિયન ગેમ્સના 72 વર્ષના ઈતિહાસમાં આ વખતે આપણા ખેલાડીઓએ ઘણા રેકોર્ડ તોડ્યા અને ઘણા નવા એશિયન રેકોર્ડ પણ બનાવ્યા. એથ્લેટિક્સમાં 29 મેડલ, શૂટિંગમાં 22 મેડલ નવા રેકોર્ડ છે. શ્રી અનુરાગ સિંહ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે પીએમ  મોદીનું વિઝન અને તેમના દ્વારા આપવામાં આવેલી સુવિધાઓ અને આપણા ખેલાડીઓની સખત મહેનત અને દ્રઢ નિશ્ચયએ ભારતના 100 મેડલ વિજયની ખાતરી કરી. આ એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચવા બદલ હું તમામ ખેલાડીઓને સલામ કરું છું.

 

તેમણે એમ પણ કહ્યું હતું કે એશિયન ગેમ્સમાં હોકી ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને આ ભવિષ્યની ટુર્નામેન્ટમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ખેલોગે તો ખિલોગેનું સૂત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે વિચાર પ્રક્રિયા બદલવાથી અને સુવિધાઓ આપવાથી પરિણામ આવશે અને આજે પણ આવું થઈ રહ્યું છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1965353) Visitor Counter : 108