પ્રધાનમંત્રીનું કાર્યાલય
100 મેડલ - એશિયન ગેમ્સમાં ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ : પ્રધાનમંત્રી
પીએમ 10મીએ એશિયન ગેમ્સની ટુકડીની યજમાની કરશે અને તેમની સાથે વાર્તાલાપ કરશે
Posted On:
07 OCT 2023 8:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આપણા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં 100 મેડલની સિધ્ધિ પાર કરી હોઈ રાષ્ટ્ર રોમાંચિત છે.
પ્રધાનમંત્રી 10મી ઑક્ટોબરે સત્કાર સમારોહનું આયોજન કરશે અને તેમની સાથે વાર્તાલાપ કરશે.
શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:
"એશિયન ગેમ્સમાં ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ!
ભારતના લોકો રોમાંચિત છે કે આપણે 100 મેડલની નોંધપાત્ર સિધ્ધિ સુધી પહોંચી ગયા છીએ.
હું આપણા અસાધારણ એથ્લેટ્સને હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેમના પ્રયત્નોથી ભારતને આ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થયું છે.
દરેક આશ્ચર્યજનક પ્રદર્શને ઇતિહાસ રચ્યો છે અને આપણા હૃદયને ગૌરવથી ભરી દીધું છે.
હું 10મીએ અમારી એશિયન ગેમ્સની ટુકડીનો સત્કાર કરવા અને આપણા એથ્લેટ્સ સાથે વાર્તાલાપ કરવા આતુર છું."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1965241)
Visitor Counter : 172
Read this release in:
Kannada
,
English
,
Marathi
,
Punjabi
,
Tamil
,
Malayalam
,
Assamese
,
Odia
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Telugu