રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ વર્ચ્યુઅલ રીતે આયુષ્માન ભવ અભિયાનનો શુભારંભ કરાવ્યો

Posted On: 13 SEP 2023 1:59PM by PIB Ahmedabad

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (13 સપ્ટેમ્બર, 2023) ગાંધીનગરનાં રાજભવનથી આયુષ્માન ભવ અભિયાનનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, 'આયુષ્માન ભવ અભિયાનનું લક્ષ્ય કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહે અને કોઈ પણ ગામને પાછળ ન છોડવું જોઈએજે આપણા દેશને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં સફળ બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, જો દરેક વ્યક્તિ અને દરેક પરિવાર સ્વસ્થ રહેશે, તો સ્વસ્થ ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ પૂર્ણ થશે. તેમને એ જાણીને આનંદ થયો હતો કે, આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે બહુ-મંત્રીમંડળીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આવા મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં દરેકનો સહકાર મદદરૂપ થશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પ્રદાન કરવું; ગ્રામજનોને સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને પોષણ વિશે જાગૃત કરવા આયુષ્માન બેઠકોનું આયોજન કરવું; આયુષ્માન મેળાઓનું આયોજન; અને આયુષ્યમાન આપકે દ્વાર 3.0ની પહેલ હેઠળ અઠવાડિયામાં એક વખત સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર નિષ્ણાત ડૉક્ટરોની મુલાકાતની વ્યવસ્થા કરવી એ પ્રશંસનીય પગલાં છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ઘણા ક્ષેત્રોમાં નવી તકનીક અને કાર્ય પદ્ધતિઓ અપનાવવામાં ખૂબ જ ઉત્સાહ સાથે આગળ વધી રહ્યું છે. તેણીને એ જાણીને આનંદ થયો કે 'આયુષ્માન ભારત ડિજિટલ મિશન' સપ્ટેમ્બર ૨૦૨૧માં શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત અન્ય ક્ષેત્રોની જેમ હેલ્થકેર સેવાઓના ક્ષેત્રમાં પણ ડિજિટલ સમાવેશનું ઉદાહરણ સ્થાપિત કરશે.

આયુષ્માન ભવ અભિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની દેશવ્યાપી સ્વાસ્થ્ય સેવા પહેલ છે, જેનો ઉદ્દેશ્ય દેશના દરેક ગામ અને શહેર સુધી પહોંચતી સ્વાસ્થ્ય સેવાઓને સંતૃપ્તિ કવચ પ્રદાન કરવાનો છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2023 સુધી 'સેવા પખવાડા' દરમિયાન લાગુ કરવામાં આવશે.

 

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1956898) Visitor Counter : 219