પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ભરતપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 13 SEP 2023 1:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભરતપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ. અને ઘાયલોને 50,000 રૂ.ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી..

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"રાજસ્થાનના ભરતપુરમાં જે માર્ગ અકસ્માત થયો તે ખૂબ જ દુઃખદ છે. આમાં, ગુજરાતમાંથી ધાર્મિક યાત્રાએ જતા શ્રધ્ધાળુઓના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

“પ્રધાનમંત્રીએ ભરતપુરમાં દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી પ્રત્યેકને 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000.ની એક્સ-ગ્રેશિયા મંજૂર કરી છે.”

CB/GP/NP


(Release ID: 1956873)