પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના સાથે મુલાકાત કરી


જી-20 માટે ભારત દ્વારા આમંત્રિત 9 અતિથિ દેશોમાંથી બાંગ્લાદેશ એક છે.

બંને નેતાઓ પારસ્પરિક હિતના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરે છે

તેમણે રાજકીય, સુરક્ષા, આર્થિક, જોડાણ અને લોકોથી લોકો વચ્ચેનાં સંબંધો સહિત દ્વિપક્ષીય સહકારમાં થયેલી પ્રગતિનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું

તેમણે ડિજિટલ પેમેન્ટ, સંસ્કૃતિ અને કૃષિ ક્ષેત્રમાં સહકાર પર 3 એમઓયુના આદાનપ્રદાનને આવકાર્યું

Posted On: 08 SEP 2023 9:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી હસીના 9-10 સપ્ટેમ્બર, 2023નાં રોજ જી-20 લીડર્સ સમિટમાં ભાગ લેવા ભારતનાં મહેમાન દેશ સ્વરૂપે ભારત આવ્યાં છે.

બંને નેતાઓએ રાજકીય અને સુરક્ષા સહકાર, સરહદ વ્યવસ્થાપન, વેપાર અને જોડાણ, જળ સંસાધન, વીજળી અને ઊર્જા, વિકાસલક્ષી સહકાર, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેનાં જોડાણ સહિત દ્વિપક્ષીય સહકારનાં સંપૂર્ણ ક્ષેત્રની ચર્ચા કરી હતી. આ ક્ષેત્રના વર્તમાન વિકાસ અને બહુપક્ષીયમાં સહકાર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બંને નેતાઓએ ચટ્ટોગ્રામ અને મોંગલા બંદરગાહોનાં ઉપયોગ પર સમજૂતીનાં કાર્યાન્વયનને આવકાર આપ્યો હતો તથા ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇન શરૂ કરવાની બાબતને પણ આવકાર આપ્યો હતો. તેમણે આઈએનઆરમાં દ્વિપક્ષીય વેપારની પતાવટના અમલીકરણ માટે પ્રશંસા પણ વ્યક્ત કરી હતી અને બંને પક્ષોના વેપારી સમુદાયને મિકેનિઝમનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે ચીજવસ્તુઓ, સેવાઓનાં વેપારને આવરી લેતી વિસ્તૃત આર્થિક ભાગીદારી સમજૂતી (સીઇપીએ) પર વાટાઘાટો શરૂ કરવા આતુરતા વ્યક્ત કરી હતી તથા રોકાણનું સંરક્ષણ અને પ્રોત્સાહન આપ્યું હતું.

વિકાસલક્ષી સહકાર યોજનાઓનાં અમલીકરણ પર સંતોષ વ્યક્ત કરીને તેમણે નીચેની પરિયોજનાઓનાં સંયુક્ત ઉદઘાટન માટે આતુર છે, જે પછીની અનુકૂળ તારીખે થશેઃ
1. અગરતલા-અખૌરા રેલ લિન્ક
ii. મૈત્રી પાવર પ્લાન્ટના યુનિટ-II
iii.
ખુલ્ના-મોંગલા રેલ લિન્ક

તેમણે દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા માટે નીચેનાં સમજૂતીકરારોનાં આદાન-પ્રદાનને આવકાર આપ્યો હતોઃ
1. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઈ) અને બાંગ્લાદેશ બેંક વચ્ચે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થામાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ).
2.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ષ 2023-2025 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ (સીઇપી)નાં નવીનીકરણ પર સમજૂતીકરાર (એમઓયુ).
iii.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઇસીએઆર) અને બાંગ્લાદેશ એગ્રિકલ્ચર રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ).

પ્રાદેશિક સ્થિતિના સંબંધમાં પ્રધાનમંત્રી મોદીએ મ્યાનમારમાં રખાઇન રાજ્યમાંથી વિસ્થાપિત થયેલા 10 લાખથી વધારે લોકોની યજમાનીમાં બાંગ્લાદેશે ઉઠાવેલા બોજની પ્રશંસા કરી હતી તથા શરણાર્થીઓને સુરક્ષિત અને સ્થાયી સ્વદેશ પરત લાવવાના ઉપાયોને ટેકો આપવા માટે ભારતનો રચનાત્મક અને સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.

ભારતીય પક્ષે તાજેતરમાં બાંગ્લાદેશ દ્વારા જાહેર કરાયેલા ઇન્ડો-પેસિફિક આઉટલુકનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ તેમનાં વિસ્તૃત જોડાણને ગાઢ બનાવવા ખભેખભો મિલાવીને કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા હતાં.

પ્રધાનમંત્રી શ્રી હસીનાએ ભારત સરકાર અને તેની જનતાના આતિથ્ય સત્કાર બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો, કારણ કે બંને નેતાઓ તમામ સ્તરે આદાનપ્રદાન જાળવી રાખવા આતુર હતા.

CB/GP/JD



(Release ID: 1955675) Visitor Counter : 150