સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

જી20 ભારતનું પ્રમુખપદ


અમારું વિઝન સ્પષ્ટ છે, અમારાં લક્ષ્યો મહત્વાકાંક્ષી છે, અને અમારો નિશ્ચય અવિરત છે: ડો.મનસુખ માંડવિયા
"હેલ્થકેર એ માત્ર એક ક્ષેત્ર જ નથી, પરંતુ એક મિશન છે"

"ભારત વિશ્વની લગભગ 60 ટકા રસીની જરૂરિયાતો અને 20-22 ટકા જેનરિક નિકાસનો પુરવઠો પૂરો પાડે છે, ત્યારે દેશ પરવડે એવી, ઉચ્ચ-ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા અને વૈશ્વિક સુલભતામાં ફાળો આપવા માટે સમર્પિત છે"

ડૉ. મનસુખ માંડવિયાએ જી20 સ્વાસ્થ્ય મંત્રીઓ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથેની વાતચીતમાં હેલ્થકેર ઇનોવેશન અને ગ્લોબલ કોઓર્ડેશન માટેનાં વિઝનનું અનાવરણ કર્યું

ડૉ.. માંડવિયાએ જન ઔષધિ કેન્દ્રોની મુલાકાતે જી-20નાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું

ડૉ. મનસુખ માંડવિયા અને ઇન્ડોનેશિયાના સ્વાસ્થ્ય મંત્રી શ્રી બુડી જી સાદિકીન વચ્ચે સફળ દ્વિપક્ષીય બેઠક યોજાઈ

ભારતમાં ઉત્પાદિત થતી દવાઓ નેધરલેન્ડમાં, યુરોપ અને સમગ્ર વિશ્વમાં જીવન બચાવે છે: નેધરલેન્ડના આરોગ્ય મંત્રી ડૉ. અર્ન્સ્ટ કુઇપર્સ

ભારતનું જન ઔષધિ કેન્દ્ર મૉડલ લોકોને દવાઓની ગુણવત્તા, સુલભતા અને પરવડે તેવી ક્ષમતા પ્રદાન કરવાની દ્રષ્ટિએ વિશ્વમાં શ્રેષ્ઠ છે: ઇન્ડોનેશિયાના આરોગ્ય પ્રધાન બુડી ગુનાડી સાદિકિન

Posted On: 20 AUG 2023 12:51PM by PIB Ahmedabad

"અમારું વિઝન સ્પષ્ટ છે, અમારાં લક્ષ્યો મહત્વાકાંક્ષી છે, અને અમારો નિશ્ચય અવિરત છે." એમ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં જી-20 આરોગ્ય મંત્રીની બેઠક દરમિયાન ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને જી-20 મંત્રીઓ અને પ્રતિનિધિઓને કરેલાં મુખ્ય સંબોધનમાં જણાવ્યું હતું.

ડૉ. માંડવિયાએ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ઉપકરણોનાં ક્ષેત્રમાં ભારતની કુશળતાને ગર્વભેર સ્વીકારી હતી અને ફાર્માસ્યુટિકલ ઉત્કૃષ્ટતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકેની તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ભારતને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ લેન્ડસ્કેપમાં પાયાના પથ્થર તરીકે માન્યતા આપવામાં આવી છે." પરવડે તેવી, ઉચ્ચ-ગુણવત્તાની દવાઓ પૂરી પાડવાનાં દેશનાં સમર્પણ અને વૈશ્વિક સુલભતામાં તેનાં નોંધપાત્ર યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં ભારત વિશ્વની રસીની જરૂરિયાતોનો લગભગ 60 ટકા હિસ્સો અને જેનરિક નિકાસનો 20-22 ટકા હિસ્સો પૂરો પાડે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZE7Q.jpg

ડૉ. માંડવિયાએ માનવતાની સુખાકારી માટે ભારતની, ખાસ કરીને કોવિડ-19 મહામારી દરમિયાન પ્રદર્શિત અતૂટ કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. "મહામારી સામેની લડાઈમાં, ભારતે લગભગ 185 દેશોને આવશ્યક દવાઓનો પુરવઠો પૂરો પાડ્યો હતો," એમ તેમણે ગર્વથી શેર કર્યું હતું અને વૈશ્વિક નેતા તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

મુખ્ય સંબોધનમાં આરોગ્યસંભાળનાં ભાવિ માટે ભારતના દ્રષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જે વૉલ્યુમ-આધારિત અભિગમોમાંથી મૂલ્ય-આધારિત નેતૃત્વ મૉડલ તરફની સંક્રાંતિની આસપાસ કેન્દ્રિત હતું. તેમણે ઉમેર્યું હતું કે, "ગુણવત્તા, સુલભતા અને હેલ્થકેરમાં પરવડે તેવી ક્ષમતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અવિશ્વસનીય છે." પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ, ભારતની સરકાર આરોગ્યસંભાળ ક્ષેત્રમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે મક્કમ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00243A8.jpg

હેલ્થકેર એડવાન્સમેન્ટમાં સંશોધન અને વિકાસનાં સર્વોચ્ચ મહત્વને સ્વીકારતા ડૉ.. માંડવિયાએ નવીન વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે ભારતની હરણફાળની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત ફાર્મા-મેડિકલ ઉપકરણોનાં ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય નીતિ પ્રસ્તુત કરવાના અંતિમ તબક્કામાં છે.

ડૉ. માંડવિયાની કાર્ય કરવાની હાકલ તેમનાં સમગ્ર સંબોધનમાં ગુંજી ઊઠી હતી, જેમાં દેશો, સરકારી સંસ્થાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સંશોધકોને સંયુક્ત પ્રયાસરૂપે દળોમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે, "આપણી સામૂહિક તાકાત ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસીસનાં ક્ષેત્રોને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જવાની ક્ષમતા ધરાવે છે." ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "હેલ્થકેર એ માત્ર એક ક્ષેત્ર નથી, પરંતુ એક મિશન છે, જે દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાયુક્ત હેલ્થકેર પ્રદાન કરવાની ભારતની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. અમારો ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસીસ ઉદ્યોગ આ મિશનમાં મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે ઊભો છે," એમ તેમણે પુષ્ટિ આપી.

પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાના સ્વાસ્થ્ય મંત્રી શ્રી બુડી જી સાદિકિન અને નેધરલેન્ડના મંત્રી ડૉ. અર્ન્સ્ટ કુઇપર્સે તેમની પ્રારંભિક ટિપ્પણીમાં સ્વાસ્થ્ય અને ફાર્માકોલોજીમાં ભારતની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો તથા દેશો વચ્ચે જોડાણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતમાં ઉત્પાદિત થતી દવાઓ નેધરલેન્ડ, યુરોપ અને સમગ્ર વિશ્વમાં જીવન બચાવે છે. હું ભારત સાથે સહયોગને વધુ સઘન બનાવવા આતુર છું. નવીન દવાઓમાં ભાગીદારી માટે પુષ્કળ તકો રહેલી છે. ભારત જેનરિક અને વિશિષ્ટ દવાઓમાં જે ક્ષમતા અને જ્ઞાન ધરાવે છે, તેની સાથે અમે ભારત સાથે વધુ સંકલિત જોડાણ માટે આતુર છીએ, એમ ડો. કુઇપર્સે જણાવ્યું હતું.

ડૉ. માંડવિયાએ આજે ઇન્ડોનેશિયાના આરોગ્ય પ્રધાન સાથે સફળ દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. તેઓએ આરોગ્ય ક્ષેત્રમાં સહકાર અને સહયોગના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GL66.jpg

આ કાર્યક્રમમાં રસાયણ અને ખાતર મંત્રાલયનાં ફાર્માસ્યુટિકલ વિભાગનાં સચિવ સુશ્રી એસ અપર્ણાએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું પ્લેટફોર્મ ઉદ્યોગ અને સમગ્ર વિશ્વની સરકારોને એકબીજા પાસેથી શીખવાની તક પૂરી પાડે છે અને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચના સમાન ધ્યેય તરફ એકબીજાને ટેકો આપે છે.

તેમણે કોવિડ -19 મહામારીમાંથી શીખેલા પાઠ પર પણ ભાર મૂક્યો હતો, અને કહ્યું હતું કે, "મહામારીએ આપણને શીખવ્યું છે કે આરોગ્ય કટોકટીનો પ્રતિસાદ ઇચ્છાથી બનાવી શકાતો નથી, તેને લાંબા ગાળાના વિકાસ અને રોકાણની જરૂર હોય છે."

ડૉ.. માંડવિયાએ જી20ના પ્રતિનિધિઓ અને મંત્રીઓના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રી શ્રી બુડી જી સાદિકીનનો સમાવેશ થાય છે અને તેઓ જન ઔષધિ કેન્દ્રને સંબોધિત કરે છે, જેથી તેઓ તેના નાગરિકોને ગુણવત્તાયુક્ત, સુલભ, વાજબી અને ગુણવત્તાયુક્ત દવાઓ પૂરી પાડવામાં ભારતની સફળતાની જાણકારી આપી શકે.

આ મુલાકાત બાદ શ્રી બુડી ગુનાડી સાદીકિને જણાવ્યું હતું કે, "હું ઇન્ડોનેશિયામાં મારા લોકોને શ્રેષ્ઠ દવાઓ આપવા માગું છું. મેં વિવિધ દેશોના ઘણાં મૉડલ્સ જોયાં છે, અને ભારતનું જન ઔષધિ કેન્દ્ર મૉડલ લોકોને ગુણવત્તા, સુલભતા અને દવાઓની પરવડે તેવી ક્ષમતા પ્રદાન કરવાની દ્રષ્ટિએ વિશ્વમાં શ્રેષ્ઠ છે. "

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004638M.jpg

CB/GP/JD



(Release ID: 1950602) Visitor Counter : 213