સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 6 ઓગસ્ટ, રવિવારના રોજ પૂણેમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સીઆરસીએસ) ઓફિસના ડિજિટલ પોર્ટલનો શુભારંભ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "સહકાર થી સમૃદ્ધિ"ના વિઝનમાં દ્રઢ વિશ્વાસ દર્શાવતા સહકાર મંત્રાલયે દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અનેક પહેલો હાથ ધરી છે

આ દિશામાં, સહકારી મંડળીઓના કેન્દ્રીય રજિસ્ટ્રારની કચેરીનું કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવી રહ્યું છે, જેથી સહકારી ક્ષેત્રમાં વેપાર-વાણિજ્ય કરવામાં સરળતાને પ્રોત્સાહન મળી શકે

સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફિસના કમ્પ્યુટરાઇઝેશનના મુખ્ય હેતુઓ સંપૂર્ણપણે પેપરલેસ એપ્લિકેશન, મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ (એમએસસીએસ એક્ટ)નું ઓટોમેટિક કમ્પ્લાયન્સ અને નિયમો, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ડિજિટલ કમ્યુનિકેશન અને ટ્રાન્સપરન્ટ પ્રોસેસિંગ છે

આ કમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટ નવા એમએસસીએસની નોંધણીમાં મદદરૂપ સાબિત થશે અને તેમની કામગીરી સરળ બનાવશે

Posted On: 05 AUG 2023 12:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 6 ઓગસ્ટ, રવિવારના રોજ પૂણેમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સીઆરસીએસ) ઓફિસના ડિજિટલ પોર્ટલનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "સહકાર થી સમૃદ્ધિ"ના વિઝનમાં દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીને સહકાર મંત્રાલયે દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે કેટલીક પહેલો હાથ ધરી છે. આ દિશામાં સહકારી મંડળીના કેન્દ્રીય રજિસ્ટ્રારની કચેરીનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવી રહ્યું છે, જેથી સહકારી ક્ષેત્રમાં વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા રહે.

સેન્ટ્રલ રજિસ્ટ્રારની ઓફિસના કમ્પ્યુટરાઇઝેશનના મુખ્ય હેતુઓ આ મુજબ છેઃ

i. સંપૂર્ણપણે પેપરલેસ એપ્લિકેશન અને પ્રોસેસિંગ

2. મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ (એમએસસીએસ એક્ટ) અને સોફ્ટવેર મારફતે નિયમોનું આપમેળે અનુપાલન

iii. વેપાર-વાણિજ્ય કરવાની સરળતા વધારવી

iv. ડિજિટલ કમ્યુનિકેશન

v. પારદર્શક પ્રક્રિયા

vi. સુધારેલા વિશ્લેષણાત્મક અને એમઆઇએસ (મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ)

સેન્ટ્રલ રજિસ્ટ્રાર પોર્ટલમાં નીચેના મોડ્યુલોનો સમાવેશ કરવામાં આવશેઃ

1. નોંધણી

ii. પેટા કાયદામાં સુધારો

iii. વાર્ષિક રિટર્ન ફાઇલિંગ

iv. અપીલ

v. ઓડિટ

vi. નિરીક્ષણ

vii. પૂછપરછ

viii. લવાદ

ix.વિન્ડિંગ અપ અને લિક્વિડેશન

x. ઓમ્બડ્સમેન

xi. ચૂંટણી

નવા પોર્ટલમાં એમએસસીએસ એક્ટ, 2002માં તાજેતરમાં પસાર થયેલા સુધારા અને તેના નિયમોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પોર્ટલ ઇલેક્ટ્રોનિક કાર્ય પ્રવાહ મારફતે નિયત સમયમર્યાદામાં અરજીઓ/સેવા વિનંતીઓ પર પ્રક્રિયા કરશે. તેમાં ઓટીપી આધારિત વપરાશકર્તા નોંધણી, એમએસસીએસ કાયદા અને નિયમોના પાલન માટે માન્યતા તપાસ, વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી, નોંધણી પ્રમાણપત્ર જારી કરવા અને ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર માટે પણ જોગવાઈઓ હશે. કમ્પ્યુટરાઇઝેશનનો આ પ્રોજેક્ટ નવા એમએસસીએસની નોંધણીમાં મદદરૂપ સાબિત થશે અને તેમની કામગીરીમાં સરળતા રહેશે.

દેશમાં 1550થી વધુ મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (એમએસસીએસ) રજિસ્ટર્ડ છે. સેન્ટ્રલ રજિસ્ટ્રારની કચેરી મલ્ટિ સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (એમએસસીએસ) એક્ટ, 2002ના વહીવટ માટે જવાબદાર છે. સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફિસનું કમ્પ્યુટરાઇઝેશન બહુ-રાજ્ય સહકારી મંડળીઓની તમામ પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને નવી બહુ-રાજ્ય સહકારી મંડળીઓની નોંધણી સહિત ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

નવા વિકસિત સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફિસ પોર્ટલ ડેશબોર્ડના નિર્માણમાં યુવાનોની ભાગીદારી અને વિચારોને આમંત્રણ આપવા માટે 'હેકાથોન' સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે નવી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફિસ પોર્ટલ માટે તમામ નેશનલ કો-ઓપરેટિવ સોસાયટીઝ અને મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ પાસેથી સૂચનો અને ફીડબેક મંગાવવામાં આવ્યા હતા.

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1946008) Visitor Counter : 190