ગૃહ મંત્રાલય

નવી દિલ્હીમાં આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાજભાષા સંસદીય સમિતિની 38મી બેઠક યોજાઇ


બેઠક દરમિયાન, રાજભાષા સંસદીય સમિતિના અહેવાલના બારમા ખંડને પણ મંજૂરી આપવામાં આવી, જેને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસક્રમો 10 ભાષાઓમાં શરૂ કરવાની પહેલ કરી છે અને ટૂંક સમયમાં આ અભ્યાસક્રમો તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે અને તે ક્ષણ સ્થાનિક ભાષાઓ તેમજ રાજભાષાના ઉદયનો પ્રારંભ હશે

સ્થાનિક ભાષાઓ સાથે હિન્દીની કોઇ સ્પર્ધા નથી, તમામ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપીને જ રાષ્ટ્ર સશક્ત બનશે

રાજભાષાની સ્વીકૃતિ કાયદા કે પરિપત્રથી નહીં પરંતુ સંવાદિતા, પ્રેરણા અને પ્રયાસોથી થાય છે

ભારતીય ભાષાઓના પ્રચાર માટે આના કરતાં વધુ અનુકૂળ બીજી કોઇ ક્ષણ હોઇ શકે નહીં કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હિન્દી અને અન્ય તમામ ભારતીય ભાષાઓને વૈશ્વિક મંચ પર ગૌરવ સાથે રજૂ કરે છે

પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં ક્યારેય અંગ્રેજીમાં એક પણ ભાષણ આપ્યું નથી અને સરકારના મંત્રીઓ પણ ભારતીય ભાષાઓમાં ભાષણ આપવાનો પ્રયાસ કરે છે, આનાથી વિવિધ ભાષાઓને જોડવાની હિલચાલને ખૂબ વેગ મળે છે

તમામ ભાષાઓએ આપણા દેશને જોડવાનું કામ કર્યું છે, ભારતીય ભાષાઓ અને તેમના શબ્દકોશો ગુલામીના સમયગાળા પછી પણ અકબંધ રહ્યા, તે એક મોટી સિદ્ધિ છે


ભાષાને આદર આપ્યા વગર વારસાનો આદર અધૂરો છે અને રાજભાષાની સ્વીકૃતિ ત્યારે જ થશે જ્યારે આપણે સ્થાનિક ભાષાઓને આદર આપવાનું શરૂ કરીશું

Posted On: 04 AUG 2023 5:02PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં રાજભાષા સંસદીય સમિતિની 38મી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન, રાજભાષા સંસદીય સમિતિના અહેવાલના બારમા ખંડને પણ મંજૂરી આપવામાં આવી હતી, જેને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001G8OP.jpg

આ પ્રસંગે સંબોધન આપતી વખતે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવના આ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની સમક્ષ પંચપ્રાણરાખ્યા છે, જેમાંથી બે પ્રાણ છે- વારસાનો આદર કરવો અને ગુલામીના ચિહ્નોને ભૂંસી નાખવા. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ બંને પ્રાણના 100% અમલીકરણ માટે તમામ ભારતીય ભાષાઓ અને રાજભાષાએ પોતાની તાકાત બતાવવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, ભાષાનો આદર કર્યા વગર વારસાનો આદર અધૂરો છે અને સ્થાનિક ભાષાઓને આદર આપીશું ત્યારે જ રાજભાષાની સ્વીકૃતિ થશે. શ્રી શાહે આગળ કહ્યું હતું કે, સ્થાનિક ભાષાઓ સાથે હિન્દીની કોઇ સ્પર્ધા નથી, તમામ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપીને જ રાષ્ટ્ર સશક્ત બનશે. તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ પ્રકારના વિરોધ વગર રાજભાષા માટે સ્વીકૃતિ વિકસાવવાની જરૂર છે, પછી ભલે તેની ગતિ ધીમી હોય.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002II8X.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસક્રમો 10 ભાષાઓમાં શરૂ કરવાની પહેલ કરી છે અને ટૂંક સમયમાં આ અભ્યાસક્રમો તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે અને તે ક્ષણ સ્થાનિક ભાષાઓ તેમજ રાજભાષાના ઉદયનો પ્રારંભ હશે. તેમણે કહ્યું હતું કે, ભારતીય ભાષાઓના પ્રચાર માટે આના કરતાં વધુ અનુકૂળ બીજી કોઇ ક્ષણ હોઇ શકે નહીં કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હિન્દી અને અન્ય તમામ ભારતીય ભાષાઓને વૈશ્વિક મંચ પર ગૌરવ સાથે રજૂ કરે છે. પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં ક્યારેય અંગ્રેજીમાં એક પણ ભાષણ આપ્યું નથી અને સરકારના મંત્રીઓ પણ ભારતીય ભાષાઓમાં ભાષણ આપવાનો પ્રયાસ કરે છે, આનાથી વિવિધ ભાષાઓને જોડવાની હિલચાલને ખૂબ વેગ મળે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0039R5C.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રાજભાષાની સ્વીકૃતિ કાયદા કે પરિપત્રથી નહીં પરંતુ સંવાદિતા, પ્રેરણા અને પ્રયાસોથી થાય છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય ભાષાઓ અને તેમના શબ્દકોશો ગુલામીના સમયગાળા પછી પણ અકબંધ રહ્યા, તે એક મોટી સિદ્ધિ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તમામ ભાષાઓએ આપણા દેશને જોડવાનું કામ કર્યું છે

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004POY8.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીથી લઇને 2014 સુધીમાં, રાજભાષા સંસદીય સમિતિના અહેવાલના નવ ખંડ સબમિટ કરવામાં આવ્યા હતા અને 2019થી અત્યાર સુધીમાં ત્રણ ખંડ મંજૂરી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ખંડો વિષય અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે અને 12મા ખંડની થીમ સરળીકરણછે. શ્રી અમિત શાહે રાજભાષા સંસદીય સમિતિના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં પણ રાજભાષાના પ્રચાર અને પ્રસાર માટે સમિતિ કામ કરતી રહેશે. આ બેઠકમાં રાજભાષા સંસદીય સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ભર્તૃહરિ મહતાબ, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી અજય કુમાર મિશ્રા અને શ્રી નિશીથ પ્રામાણિક તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0057OQ1.jpg

 

CB/GP/JD

 



(Release ID: 1945892) Visitor Counter : 184