સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

COVID19 અપડેટ


કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે COVID-19 માર્ગદર્શિકા સરળ બનાવી છે

Posted On: 19 JUL 2023 1:07PM by PIB Ahmedabad

પ્રચલિત COVID-19 પરિસ્થિતિ અને સમગ્ર વિશ્વમાં COVID-19 રસીકરણ કવરેજમાં મળેલી નોંધપાત્ર સિદ્ધિઓની નોંધ લેતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે COVID-19ના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા વધુ હળવી કરી છે.

આ નવી માર્ગદર્શિકા, જે 20મી જુલાઈ 2023ના 0000 કલાક (IST) થી અમલમાં આવશે, ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રેન્ડમ 2% સબસેટના RT-PCR આધારિત પરીક્ષણ માટેની અગાઉની જરૂરિયાતો હવે રદ કરવામાં આવી છે.

જો કે, એરલાઇન્સ તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દ્વારા COVID-19ના સંદર્ભમાં અનુસરવામાં આવતા સાવચેતીનાં પગલાં માટેની અગાઉની સલાહ લાગુ કરવાનું ચાલુ રહેશે.

અપડેટેડ માર્ગદર્શિકા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ (https://www.mohfw.gov.in/) પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 પરિસ્થિતિને નજીકથી અનુસરવાનું ચાલુ રાખે છે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1940691) Visitor Counter : 149