પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખ સાથે મુલાકાત
प्रविष्टि तिथि:
14 JUL 2023 9:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીના પ્રમુખ અને એસેમ્બલીના વરિષ્ઠ નેતૃત્વ H.E શ્રીમતી યાએલ બ્રૌન-પિવેટને 14 જુલાઇ 2023ના રોજ તેમના સત્તાવાર નિવાસસ્થાન, પેરિસમાં હોટેલ ડી લાસે ખાતે લંચ પર મુલાકાત કરી.
બંને નેતાઓએ લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સહિયારા મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ બંને સંસદો વચ્ચે સહકાર વધારવાની રીતો પર ચર્ચા કરી.
ફ્રેન્ચ પક્ષે ભારતની વિશાળ ચૂંટણી પ્રક્રિયા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. ચર્ચાઓમાં વેપાર અને અર્થતંત્ર, પર્યાવરણ, ટેકનોલોજી અને સંસ્કૃતિ સહિત વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ સ્તંભોને પણ આવરી લેવામાં આવ્યા હતા. તેઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1939678)
आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam