પ્રધાનમંત્રીનું કાર્યાલય
ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
શ્રી બોને દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી
પ્રધાનમંત્રી શ્રીએ બેસ્ટિલ ડેની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપવા બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું કે તેઓ પેરિસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની મુલાકાત માટે આતુર છે
Posted On:
06 JUL 2023 4:20PM by PIB Ahmedabad
ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર શ્રી એમેન્યુઅલ બોનેએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
શ્રી બોને પ્રધાનમંત્રી શ્રીને પીએમની આગામી ફ્રાન્સની મુલાકાતના સંદર્ભમાં દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ વિશે જાણકારી આપી.
પ્રધાનમંત્રીએ 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડેની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લેવા માટેના આમંત્રણ બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર વ્યક્ત કર્યો.
હિરોશિમામાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં તેમની વાતચીત ચાલુ રાખવા માટે ઉત્સુક છે જે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે.
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
YP/GP/JD
(Release ID: 1937767)
Visitor Counter : 173
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam