પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કાશ્મીરની સમૃદ્ધ સંસ્કૃતિ, કળા અને હસ્તકલાને દર્શાવતા “વિતાસ્તા-ધ ફેસ્ટિવલ ઑફ કાશ્મીર” કાર્યક્રમની પ્રશંસા કરી
Posted On:
28 JUN 2023 2:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરની સમૃદ્ધ સંસ્કૃતિ, કળા અને હસ્તકલાને દર્શાવતી અદ્ભુત પહેલ “વિતાસ્તા-ધ ફેસ્ટિવલ ઑફ કાશ્મીર”ની પ્રશંસા કરી હતી.
કાશ્મીરની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ, સાહિત્ય, હસ્તકલા અને ભોજનને સમગ્ર દેશમાં લઈ જવા માટે વિતાસ્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેન્નાઈથી શરૂ થયેલી આ કાર્યક્રમોની શ્રેણી શ્રીનગરમાં સમાપ્ત થઈ, જેમાં યુવાનોએ કાશ્મીરી સંસ્કૃતિને જાણવાનો ઉત્સાહ દર્શાવ્યો. કાશ્મીરની સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવા માટે વર્કશોપ, આર્ટ ઇન્સ્ટોલેશન કેમ્પ, સેમિનાર, હસ્તકલા પ્રદર્શન જેવી ઘણી ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ભાગ લીધો હતો અને કાશ્મીરની સંસ્કૃતિથી પરિચિત થયા હતા.
અમૃત મહોત્સવ દ્વારા વિતાસ્તા કાર્યક્રમ વિશેના ટ્વીટ થ્રેડ્સનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“इस बेहतरीन पहल के लिए बहुत-बहुत बधाई। कई वर्षों के बाद हुए “वितस्ता – द फेस्टिवल ऑफ कश्मीर” से देशभर के लोगों को ना सिर्फ राज्य की समृद्ध संस्कृति और विरासत को जानने का मौका मिला है, बल्कि यह कार्यक्रम देशवासियों को भी एक सूत्र में पिरोने का शानदार प्रयास है।”
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1935878)
Visitor Counter : 222
Read this release in:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu