ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે 03.05.2023ના રોજ અને ત્યાર બાદ મણિપુર રાજ્યમાં હિંસાની ઘટનાઓની તપાસ માટે કમિશન્સ ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ તપાસ પંચની સૂચના આપી


ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અજય લાંબા આ પંચની અધ્યક્ષતા કરશે, શ્રી હિમાંશુ શેખર દાસ, આઈએએસ (નિવૃત્ત) અને શ્રી આલોકા પ્રભાકર, આઈપીએસ (નિવૃત્ત) સભ્યો હશે

Posted On: 04 JUN 2023 6:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે કમિશન્સ ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ ગુહાહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અજય લાંબાની અધ્યક્ષતામાં શ્રી હિમાંશુ શેખર દાસ, IAS (નિવૃત્ત) અને શ્રી આલોકા પ્રભાકર, IPS (નિવૃત્ત) સભ્યો તરીકે મણિપુર રાજ્યમાં 03.05.2023 અને ત્યાર પછીની હિંસાની ઘટનાઓની તપાસ કરવા સાથે તપાસ પંચની સૂચના આપી છે..

કમિશન મણિપુરમાં થયેલી હિંસાનાં કારણો અને ફેલાવાના સંદર્ભમાં તપાસ કરશે અને તેમાં કોઈ જવાબદાર અધિકારીઓ અથવા વ્યક્તિઓ તરફથી કોઈ ક્ષતિ હતી કે કેમ એ ચકાસણી કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે 29મી મે 2023 થી 1લી જૂન 2023 દરમિયાન મણિપુર રાજ્યની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તપાસ પંચની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી.

કમિશન તેનો અહેવાલ કેન્દ્ર સરકારને શક્ય તેટલી વહેલી તકે સુપરત કરશે પરંતુ તેની પ્રથમ બેઠકની તારીખથી છ મહિના પછી નહીં. કમિશનનું મુખ્યાલય ઇમ્ફાલમાં હશે.

YP/GP/JD



(Release ID: 1929755) Visitor Counter : 177