ગૃહ મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમે આજે 100 એપિસોડ પૂરા કર્યા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મુંબઈ, મહારાષ્ટ્રમાં 'મન કી બાત' કાર્યક્રમનો 100મો એપિસોડ સાંભળ્યો
શ્રી અમિત શાહે કહ્યું કે મન કી બાત કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારાઓ માટેના શબ્દોએ યુવા પેઢીને રાષ્ટ્રના ભાગ્યની જવાબદારી સંભાળવા અને બધા માટે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવાની પ્રેરણા આપી છે
'મન કી બાત' કાર્યક્રમ દ્વારા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એવા સંદેશાઓ તૈયાર કરે છે જે રાષ્ટ્રના ખૂણે ખૂણે જાય, લોકો અને સરકાર વચ્ચે સેતુ બાંધે
વિવિધ પ્રદેશો, ભાષાઓ અને બોલીઓ પરના સંવાદોને પ્લેટફોર્મ આપીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના સામાજિક લોકતંત્રને મજબૂત બનાવ્યું છે
Posted On:
30 APR 2023 3:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમે આજે 100 એપિસોડ પૂરા કર્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મુંબઈ, મહારાષ્ટ્રમાં 'મન કી બાત' કાર્યક્રમનો 100મો એપિસોડ સાંભળ્યો.
ટ્વીટ દ્વારા, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમે આજે 100 એપિસોડ પૂરા કર્યા છે, જે પ્રભાવશાળી નેતૃત્વના ઉદાહરણોનું ભવ્ય પગેરું છોડે છે. મેં મુંબઈમાં મન કી બાતનો 100મો એપિસોડ સાંભળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉપલબ્ઘિ પ્રાપ્ત કરનારાઓ માટેના શબ્દોએ યુવા પેઢીને દેશના ભાગ્યની જવાબદારી સંભાળવા અને બધા માટે વધુ સારું ભવિષ્ય બનાવવા માટે પ્રેરણા આપી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એવા સંદેશાઓ તૈયાર કરે છે જે રાષ્ટ્રના ખૂણે ખૂણે પહોંચે, લોકો અને સરકાર વચ્ચે સેતુ બાંધે. તેમણે ઉમેર્યું હતું કે વિવિધ પ્રદેશો, ભાષાઓ અને બોલીઓ પર સંવાદોને પ્લેટફોર્મ આપીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના સામાજિક લોકતંત્રને મજબૂત બનાવ્યું છે.
YP/GP/JD
(Release ID: 1920953)
Visitor Counter : 220