પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

‘મન કી બાત’ (100મી કડી)પ્રસારણ તારીખ: 30-04-2023

Posted On: 30 APR 2023 11:47AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે મન કી બાતની સોમી કડી છે. મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે. લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું, જોઉં. સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું. તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો, ભાવસભર થઈ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો. તમે મને મન કી બાતના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ મન કી બાતના શ્રોતા છો, આપણા દેશવાસી છો. ‘મન કી બાતકોટિ-કોટિ ભારતીયોનામન કી બાતછે, તેમની ભાવનાની અભિવ્યક્તિ છે.

સાથીઓ, 3 ઑક્ટોબર 2014, વિજયાદશમીનો તે તહેવાર હતો અને આપણે બધાંએ મળીને વિજયાદશમીના દિવસે મન કી બાતની યાત્રા શરૂ કરી હતી. વિજયાદશમી અર્થાત દુર્ગણો પર સદ્ગુણોની જીતનો તહેવાર. ‘મન કી બાતપણ દેશવાસીઓના સદ્ગુણો, સકારાત્મકતાનો એક અનોખો તહેવાર બની ગયો છે. એક એવો તહેવાર જે દર મહિને આવે છે, જેની પ્રતીક્ષા આપણને સહુને હોય છે. આપણે તેમાં પૉઝિટિવિટીને સેલિબ્રેટ કરીએ છીએ. આપણે તેમાં લોકોની સહભાગિતાને પણ ઉજવીએ છીએ. ઘણી વાર વિશ્વાસ નથી થતો કે મન કી બાતને આટલા મહિના અને આટલાં વર્ષો વિતી ગયાં. દરેક કડી પોતાની રીતે વિશેષ રહી. દરેક વખતે, નવાં ઉદાહરણોની નવીનતા, દરેક વખતે દેશવાસીઓની નવી સફળતાનો વિસ્તાર. ‘મન કી બાતમાં સમગ્ર દેશના ખૂણે-ખૂણેથી લોકો જોડાયા, દરેક આયુ-વર્ગના લોકો જોડાયા. બેટી-બચાવો, બેટી પઢાઓની વાત હોય, સ્વચ્છ ભારત આંદોલન હોય, ખાદી પ્રત્યે પ્રેમ હોય કે પછી પ્રકૃતિની વાત,

 સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ હોય કે પછી અમૃત સરોવરની વાત, ‘મન કી બાતજે વિષય સાથે જોડાઈ તે જન આંદોલન બની ગયો અને તમે લોકોએ બનાવી દીધો. જ્યારે મેં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષ બરાક ઓબામા સાથે સંયુક્ત રીતે મન કી બાતકરી હતી તો તેની ચર્ચા પૂરા વિશ્વમાં થઈ હતી.

સાથીઓ, ‘મન કી બાતમારા માટે બીજાના ગુણોની પૂજા કરવા જેવી રહી છે. મારા એક માર્ગદર્શક હતા શ્રી લક્ષ્મણરાવજી ઈનામદાર. અમે તેમને વકીલ સાહેબ કહેતા હતા. તેઓ હંમેશાં કહેતા હતા કે આપણે બીજાના ગુણોની પૂજા કરવી જોઈએ. સામે કોઈ પણ હોય, તમારી સાથે હોય, કે તમારા વિરોધી હોય, આપણે તેમના સારા ગુણોને જાણવાનો, તેમનામાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમની વાતે મને હંમેશાં પ્રેરણા આપી છે. ‘મન કી બાતબીજાના ગુણોમાંથી શીખવાનું બહુ મોટું માધ્યમ બની ગઈ છે.

મારા પ્રિય દેશવાસીઓ, કાર્યક્રમે મને ક્યારેય તમારાથી દૂર નથી થવા દીધો. મને યાદ છે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો ત્યાં સામાન્ય જન સાથે હળવા-મળવાનું સ્વાભાવિક રીતે થઈ જતું હતું. મુખ્યમંત્રીનું  કામકાજ અને કાર્યકાળ આવો હોય છે. હળવા-મળવાના અવસરો ઘણા મળતા રહે છે. પરંતુ વર્ષ 2014માં દિલ્લી આવ્યા પછી મેં જોયું કે અહીંનું જીવન તો ખૂબ અલગ છે. કામનું સ્વરૂપ અલગ, જવાબદારી અલગ, સ્થિતિઓ, પરિસ્થિતિઓનાં બંધન, સુરક્ષાની ઝાકમઝાળ,સમયની સીમા. શરૂઆતના દિવસોમાં કંઈક અલગ અનુભવતો હતો, ખાલીપણાનો અનુભવ કરતો હતો. પચાસ વર્ષ પહેલાં મેં મારું ઘર એટલા માટે નહોતું છોડ્યું કે એક દિવસ પોતાના લોકો સાથે સંપર્ક અઘરો થઈ જાય. જે દેશવાસી મારું બધું છે, હું તેમનાથી દૂર રહીને  જીવી શકું.

 

 

મન કી બાત મને પડકારનું સમાધાન આપ્યું, સામાન્ય માનવી સાથે જોડાવાનો માર્ગ આપ્યો. પદભાર અને પ્રૉટૉકૉલ, વ્યવસ્થા સુધી સીમિત રહ્યો અને જનભાવ, કોટિ-કોટિ જનોની સાથે, મારો ભાવ, વિશ્વનો અતૂટ અંગ બની ગયો. દર મહિને દેશના લોકોના હજારો સંદેશાઓ વાંચું છું, દર મહિને દેશવાસીઓના એક-એકથી ચડિયાતાં અદ્ભુત સ્વરૂપનાં દર્શન કરું છું. હું દેશવાસીઓના તપ-ત્યાગની પરાકાષ્ઠાને જોઉં છું, અનુભવું છું. મને લાગતું નથી કે હું તમારાથી થોડો પણ દૂર છું. મારા માટે મન કી બાત એક કાર્યક્રમ નથી, મારા માટે એક આસ્થા, પૂજા, વ્રત છે. જેવી રીતે લોકો ઈશ્વરની પૂજા કરે છે, તો પ્રસાદનો થાળ લાવે છે, મારા માટે મન કી બાતઈશ્વર રૂપી જનતા જનાર્દનનાં ચરણોમાં પ્રસાદના થાળ જેવો હોય છે. ‘મન કી બાતમારા માટે મનની આધ્યાત્મિક યાત્રા બની ગઈ છે.

મન કી બાતસ્વથી સમષ્ટિની યાત્રા છે.

મન કી બાતઅહમ્થી વયમ્ની યાત્રા છે.

તો હું નહીં, તું , એની સંસ્કાર સાધના છે.

તમે કલ્પના કરો, મારો કોઈ દેશવાસી 40-40 વર્ષથી નિર્જન પહાડી અને ઉજ્જડ જમીન પર ઝાડ રોપી રહ્યો છે, અનેક લોકો 30-30 વર્ષથી જળ સંરક્ષણ માટે વાવ અને તળાવ બનાવી રહ્યા છે, તેમની સફાઈ કરી રહ્યા છે. કોઈ 25-30 વર્ષથી નિર્ધન બાળકોને ભણાવી રહ્યું છે, કોઈ ગરીબોના ઉપચારમાં મદદ કરી રહ્યું છે. કેટલીય વાર મન કી બાતમાં તેમનો ઉલ્લેખ કરતા હું ભાવુક બની ગયો છું. આકાશવાણીના સાથીઓને અનેક વાર તેને ફરીથી રેકૉર્ડ કરવું પડ્યું છે. આજે, જૂનું કેટલું બધું, આંખો સામે આવી રહ્યું છે. દેશવાસીઓના પ્રયાસોએ મને સતત પોતાની જાતને ખૂંપાવવાની પ્રેરણા આપી છે.

 

 

સાથીઓ, ‘મન કી બાતમાં જે લોકોનો આપણે ઉલ્લેખ કરીએ છીએ તે બધા આપણા નાયકો છે, જેમણે કાર્યક્રમને જીવંત બનાવ્યો છે. આજે જ્યારે આપણે 100મી કડીના મુકામ પર પહોંચ્યા છીએ તો મારી પણ ઈચ્છા છે કે આપણે એક વાર ફરી બધા નાયકો પાસે જઈને તેમની યાત્રા વિશે જાણીએ. આજે આપણે કેટલાક સાથીઓ સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું. મારી સાથે જોડાઈ રહ્યા છે હરિયાણાના ભાઈ સુનિલ જગલાનજી. સુનિલ જગલાનજીનો મારા મન પર આટલો પ્રભાવ એટલા માટે પડ્યો કારણકે હરિયાણામાં લિંગ અનુપાત પર ઘણી ચર્ચા થતી હતી અને મેં પણ બેટી બચાઓ બેટી પઢાઓનું અભિયાન હરિયાણાથી શરૂ કર્યું હતું. અને તેની વચ્ચે જ્યારે સુનિલજીના સેલ્ફી વિથ ડૉટર કેમ્પેઇનપર મારી નજર પડી તો મને ખૂબ સારું લાગ્યું. મેં પણ તેમની પાસેથી શીખ્યું અને તેને મન કી બાતમાં સમાવિષ્ટ કર્યું. જોતજોતામાં સેલ્ફિ વિથ ડૉટરએક વૈશ્વિક અભિયાનમાં પરિવર્તિત થઈ ગયું. અને તેમાં મુદ્દો સેલ્ફી નહોતો, ટૅક્નૉલૉજી નહોતો, પરંતુ તેમાં ડૉટરને, દીકરીને પ્રમુખતા આપવામાં આવી હતી. જીવનમાં દીકરીનું સ્થાન કેટલું મોટું હોય છે, અભિયાનથી તે પણ બહાર આવ્યું. આવા અનેક પ્રયાસનું પરિણામ છે કે આજે હરિયાણામાં લિંગ અનુપાતમાં સુધારો થયો છે. આવો, આજે સુનિલજી સાથે થોડી ગોષ્ઠિ કરીએ છીએ.

પ્રધાનમંત્રીજી- નમસ્કાર સુનિલજી,

સુનિલ- નમસ્કાર સર, મારો આનંદ ખૂબ વધી ગયો છે, સર, તમારો અવાજ સાંભળીને.

પ્રધાનમંત્રીજી- સુનિલજી, ‘સેલ્ફી વિથ ડૉટરદરેકને યાદ છે. આજે જ્યારે તેની ફરી ચર્ચા થઈ રહી છે, તો તમને કેવું લાગી રહ્યું છે?

સુનિલ- પ્રધાનમંત્રીજી, તે હકીકતમાં તમે જે અમારા પ્રદેશ હરિયાણાથી પાણીપતની ચોથી લડાઈ દીકરીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે શરૂ કરી હતી જેને તમારા નેતૃત્વમાં સમગ્ર દેશે જીતવાનો પ્રયાસ કર્યો હતો, તો ખરેખર તે મારા માટે અને દરેક દીકરીના પિતા અને દીકરીઓને ચાહનારાઓ માટે બહુ મોટી વાત છે.

પ્રધાનમંત્રીજી- સુનિલજી, હવે તમારી દીકરીઓ કેવી છે, આજકાલ શું કરી રહી છે?

સુનિલ-જી, મારી દીકરીઓ નંદિની અને યાચિકા છે, એક સાતમા ધોરણમાં ભણે છે, એક ચોથા ધોરણમાં ભણે છે અને તમારી મોટી પ્રશંસક છે. તેમણે તમારા માટે થેંક્યૂ પ્રાઇમ મિનિસ્ટર કરીને પોતાની સહવિદ્યાર્થીઓ જે છે, વાસ્તવમાં પત્રો પણ લખાવ્યા હતા.

 

 

પ્રધાનમંત્રીજી વાહ વાહ. અચ્છા, દીકરીઓને તમે મારા અને મન કી બાતના શ્રોતાઓનાઘણા બધા આશીર્વાદ આપજો.

સુનિલ- ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા કારણે તો દેશની દીકરીઓના ચહેરા પર સતત સ્મિત વધી રહ્યું છે.

પ્રધાનમંત્રીજી- ખૂબ ખૂબ ધન્યવાદ, સુનિલજી.

સુનિલ- જી, ધન્યવાદ.

સાથીઓ, મને વાતનો ખૂબ સંતોષ છે કે મન કી બાતમાં આપણે દેશની નારી શક્તિની સેંકડો પ્રેરણાદાયક ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે. પછી તે આપણી સેના હોય કે પછી ખેલ જગત હોય,મેં જ્યારે પણ મહિલાઓની ઉપલબ્ધિઓ પર વાત કરી છે, તેની ખૂબ પ્રશંસા થઈ છે. જેમ કે આપણે છત્તીસગઢના દેઉર ગામની મહિલાઓની ચર્ચા કરી હતી. મહિલાઓ સ્વયં સહાયતા સમૂહો દ્વારા ગામના પાદર, સડકો અને મંદિરોની સફાઈ માટે અભિયાન ચલાવે છે. રીતે, તમિલનાડુની તે આદિવાસી મહિલાઓ, જેમણે હજારો Eco friendly Terracotta cups (ટેરાકૉટા કપ્સ)ની નિકાસ કરી, તેમનામાંથી પણ દેશે ખૂબ પ્રેરણા મેળવી. તમિલનાડુમાં ૨૦ હજાર મહિલાઓએ સાથે આવીને વેલ્લોરમાં નાગ નદીને પુનર્જીવિત કરી હતી. આવાં કેટલાંય અભિયાનોને આપણી નારીશક્તિએ નેતૃત્વ આપ્યું છે અને મન કી બાતતેમના પ્રયાસોને સામે લાવવાનો મંચ બની છે.

સાથીઓ, હવે આપણી સાથે ફૉન લાઇન પર એક બીજા સજ્જન ઉપસ્થિત છે. તેમનું નામ છે મંજૂર અહમદ. ‘મન કી બાતમાં જમ્મુ-કાશ્મીરની પેન્સિલ સ્લેટના વિશે વાત કરતા મંજૂર અહમદજીનો ઉલ્લેખ થયો હતો.

પ્રધાનમંત્રીજી-મંજૂર જી, કેમ છો તમે?

મંજૂરજી- થેંક્યૂ સર...એકદમ મજામાં, સાહેબ.

પ્રધાનમંત્રીજી-‘મન કી બાતની 100મી કડીમાં તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગી રહ્યું છે.

મંજૂરજી- થેંક્યૂ સાહેબ.

પ્રધાનમંત્રીજી- અચ્છા, પેન્સિલ સ્લેટવાળું કામ કેવું ચાલે છે?

મંજૂરજી- ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. સાહેબ, ખૂબ સારી રીતે. જ્યારથી સાહેબ તમે અમારી વાત મન કી બાતમાં કરી સાહેબ, ત્યારથી ખૂબ કામ વધી ગયું, સાહેબ અને બીજાની પણ આજીવિકા ખૂબ વધી છે, કામમાં.

પ્રધાનમંત્રીજી- કેટલા લોકોને હવે આજીવિકા મળતી હશે?

મંજૂર જી- અત્યારે મારી પાસે ૨૦૦ પ્લસ છે...

પ્રધાનમંત્રીજી- અરે વાહ! મને બહુ ખુશી થઈ.

મંજૂરજી- જી સાહેબ, અત્યારે એક-બે મહિનામાં તેને expand કરી રહ્યો છું અને 200 લોકોની આજીવિકા વધી જશે, સાહેબ.

પ્રધાનમંત્રીજી- વાહ, વાહ! જુઓ મંજૂર જી...

મંજૂરજી જી સાહેબ...

પ્રધાનમંત્રીજી- મને બરાબર યાદ છે અને તે દિવસે તમે મને કહ્યું હતું કે એક એવું કામ છે જેની કોઈ ઓળખ છે, પોતાની ઓળખ છે અને તમને ખૂબ વેદના હતી અને કારણે તમને ખૂબ મુશ્કેલી પડતી હતી, તે પણ તમે કહી રહ્યા હતા, પરંતુ હવે તો ઓળખ પણ બની ગઈ અને ૨૦૦થી વધુ લોકોને આજીવિકા પણ આપી રહ્યા છો.

મંજૂરજી- જી સાહેબ, જી સાહેબ.

પ્રધાનમંત્રીજી- અને નવું expansion કરીને અને 200 લોકોને આજીવિકા આપી રહ્યા છો, તે તો ખૂબ આનંદ થાય તેવા સમાચાર આપ્યા તમે.

મંજૂરજી- Even સાહેબ, અહીં જે ખેડૂત છે, સાહેબ, તેમને પણ આમાં ખૂબ ફાયદો થયો, સાહેબ, ત્યારથી. 2000નું ઝાડ વેચતા હતા, અત્યારે ત્યાં ઝાડ 5000 સુધી પહોંચી ગયાં, સાહેબ. એટલી માગ વધી ગઈ છે તેમાં ત્યારથી...અને તેમાં પોતાની ઓળખ પણ બની ગઈ છે. તેના ઘણા બધા ઑર્ડર છે, મારી પાસે સાહેબ. અત્યારે હું આગામી એક-બે મહિનામાં વધુ expand કરીને અને બસ્સોઅઢીસો, બે-ચાર ગામમાં જેટલા પણ છોકરા-છોકરીઓ છે તેમાં ઍડ્જસ્ટ થઈ શકે છે, તેમને પણ આજીવિકા મળી શકે છે, સાહેબ.

પ્રધાનમંત્રીજી- જુઓ મંજૂરજી, vocal for local ની શક્તિ કેટલી જબરદસ્ત છે, તમે તેને સાકાર કરીને દેખાડી દીધી છે.

મંજૂરજી- જી સાહેબ.

પ્રધાનમંત્રીજી- મારી તરફથી તમને અને ગામના બધા ખેડૂતોને અને તમારી સાથે કામ કરી રહેલા બધા સાથીઓને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ ભાઈ.

મંજૂરજી- જી,ધન્યવાદ સાહેબ.

સાથીઓ, આપણા દેશમાં આવા કેટલાય પ્રતિભાશાળી લોકો છે, જે પોતાની મહેનતનાજોરેસફળતાના શિખર સુધી પહોંચ્યા છે. મને યાદ છે,      વિશાખાપટ્નમના વેંકટ મુરલી પ્રસાદજીએ એક આત્મનિર્ભર ભારત chart share કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ વધુમાં વધુ ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરશે.

જ્યારે બેતિયાના પ્રમોદજીએ LEDબલ્બ બનાવવાનું નાનું યૂનિટ ચાલુ કર્યું અથવા ગઢમુક્તેશ્વરના સંતોષજીએ સાદડીઓ (mats)બનાવવાનું કામ કર્યું, ‘મન કી બાત તેમનાં ઉત્પાદનોને સહુની સામે લાવવાનું માધ્યમ બન્યું. આપણે Make In Indiaનાં અનેક ઉદાહરણોથી લઈને Space Start Ups સુધીની ચર્ચા મન કી બાતમાં કરી છે.

સાથીઓ, તમને યાદ હશે, કેટલાક હપ્તા પહેલાં મેં મણિપુરનાં બહેન વિજયશાંતિ દેવીજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિજયશાંતિજી કમળના રેસાઓથી કપડાં બનાવે છે. ‘મન કી બાતમાં તેમના અનોખા eco friendly idea ની વાત થઈ તો તેમનું કામ વધુ popular થઈ ગયું. આજે વિજયશાંતિજી ફૉન પર આપણી સાથે છે.

પ્રધાનમંત્રીજી- નમસ્તે વિજયશાંતિજી. How are you?

વિજયશાંતિજી- Sir, I am fine.

પ્રધાનમંત્રીજી-And how’s your work going on?

વિજયશાંતિજી-Sir, still working along with my 30 women

પ્રધાનમંત્રીજી-In such a short period, you have reached 30 persons

team!

વિજયશાંતિજી- Yes sir, this year also more expand with 100 women in

my area.

પ્રધાનમંત્રીજી-So your  target is 100 women...

વિજયશાંતિજી-yaa ! 100 womens.

પ્રધાનમંત્રીજી-And now people are familiar with this lotus team fiber.

વિજયશાંતિજી-Yes Sir, eveyone’s know from ‘Mann Ki Baat’ programme all over India.

પ્રધાનમંત્રીજી :- So now it’s very popular

વિજયશાંતિજી- Yes sir, from Prime Minister ‘Mann kiBaat’ programme everyone knows  about lotus  fibre.

પ્રધાનમંત્રીજી :- So now you got the market also ?

વિજયશાંતિજી:-Yes, I have got a market from USA also.They want to buy in bulk, in lots quantities, but I want to give from this year to send the U.S also.

પ્રધાનમંત્રીજી:- So, now you are exporter ? 

વિજયશાંતિજી:-Yes sir, from this year, I export our product made in India Lotus fibre.

પ્રધાનમંત્રીજી :- So, when I say Vocal for Local and now Local for Global

વિજયશાંતિજી:-Yes sir, I want to reach my product all over the globe of all world.

પ્રધાનમંત્રીજી :- So congratulation and wish you best luck.

વિજયશાંતિજી:- Thank you sir .

પ્રધાનમંત્રીજી :- Thank you, Thank you VijayaShanti.

વિજયશાંતિજી:- Thank You sir.

સાથીઓ, ‘મન કી બાતની એક બીજી વિશેષતા રહી છે. ‘મન કી બાતદ્વારા કેટલાંય જન આંદોલનો જન્મ લીધો છે અને તેમણે ગતિ પણ પકડી છે. જેમ કે આપણાં રમકડાં, આપણા રમકડા ઉદ્યોગને ફરીથી સ્થાપિત કરવાનું મિશન મન કી બાતથી શરૂ થયું હતું. ભારતીય જાતિના શ્વાન આપણા દેશી ડૉગ્સ તેને લઈને જાગૃતિ વધારવાની શરૂઆત પણ મન કી બાતથી કરી હતી. આપણે એક બીજું અભિયાન શરૂ કર્યું હતું કે આપણા ગરીબ, નાના દુકાનદારો સાથે ભાવની રકઝક નહીં કરીએ, ઝગડો નહીં કરીએ. જ્યારે હર ઘર તિરંગાઅભિયાનની શરૂઆત થઈ ત્યારે પણ મન કી બાત દેશવાસીઓને સંકલ્પ સાથે જોડવામાં અગત્યની ભૂમિકા નિભાવી. આવાં દરેક ઉદાહરણ, સમાજમાં પરિવર્તનનું કારણ બન્યાં છે. સમાજને પ્રેરિત કરવાનું આવું બીડું પ્રદીપ સાંગવાનજીએ પણ ઉઠાવેલું છે. ‘મન કી બાતમાં આપણે પ્રદીપ સાંગવાનજીના હીલિંગ હિમાલયાઝઅભિયાનની ચર્ચા કરી હતી. તેઓ ફૉનલાઇન પર આપણી સાથે છે.

મોદીજી- પ્રદીપજી, નમસ્કાર.

પ્રદીપજી-સર, જયહિન્દ.

મોદીજી-જય હિન્દ, જય હિન્દ, ભાઈ. કેમ છો તમે?

પ્રદીપજી-સાહેબ, ખૂબ મજામાં. તમારો અવાજ સાંભળીને તો વધુ મજામાં...

મોદીજી-તમે હિમાલયને heal  કરવાનું વિચાર્યું.

પ્રદીપજી- હા, જી સાહેબ.

મોદીજી- અભિયાન પણ ચલાવ્યું. આજકાલ તમારું અભિયાન કેવું ચાલી રહ્યું છે?

પ્રદીપજી- સાહેબ, બહુ સારું ચાલી રહ્યું છે. 2020થી એમ માનો કે, જેટલું કામ અમે પાંચ વર્ષમાં કરતા હતા, હવે એક વર્ષમાં થઈ જાય છે.

મોદીજી-અરે વાહ!

પ્રદીપજી-હા જી, હા જી, સાહેબ. શરૂઆત ખૂબ નર્વસ થઈ હતી. ખૂબ ડર હતો વાતને લીધે કે જિંદગીભર કરી શકીશું કે નહીં કરી શકીએ. પરંતુ થોડો support મળ્યો અને 2020 સુધી અમે ખૂબ struggle પણ કરી રહ્યા હતા honestly. લોકો ખૂબ ઓછી સંખ્યામાં જોડાઈ રહ્યા હતા. ઘણા બધા એવા લોકો હતા જે support નહોતા કરી શકતા. અમારા અભિયાનને એટલું મહત્ત્વ પણ નહોતા આપી રહ્યા. But 2020 પછી જ્યારે મન કી બાતમાં ઉલ્લેખ થયો તે પછી ઘણી બધી ચીજો બદલાઈ ગઈ. એટલે કે પહેલાં, અમે વર્ષમાં 6થી 7 cleaning drive કરી શકતા હતા, 10 cleaning drive કરી શકતા હતા. આજની date માં અમે daily bases પર પાંચ ટન કચરો એકઠો કરીએ છીએ, અલગ-અલગ location માં.

મોદીજી- અરે વાહ!

પ્રદીપજી- ‘મન કી બાતમાં ઉલ્લેખ થયા પછી તમે સાહેબ, believe કરો મારી વાતને, કે, હું almost give up કરવાના stage પર હતો એક ટાઇમે અને તેના પછી ઘણું બધું પરિવર્તન આવ્યું મારા જીવનમાં અને ચીજો એટલી speed up થઈ ગઈ કે જે ચીજો અમે વિચારી પણ નહોતી.

So I’m really thankful કે ખબર નહીં કઈ રીતે, અમારા જેવા લોકોને તમે શોધી નાખો છો. કોણ આટલા અંતરીયાળ વિસ્તારમાં કામ કરે છે હિમાલયના ક્ષેત્રમાં જઈને બેસીને અમે કામ કરી રહ્યા છીએ. આટલી ઊંચાઈએ અમે કામ કરી રહ્યા છીએ. ત્યાં તમે શોધી કાઢ્યા અમને. અમારા કામને દુનિયા સમક્ષ લાવ્યા. તો મારા માટે બહુ emotional moment હતી ત્યારે પણ અને આજે પણ કે હું જે આપણા દેશના જે પ્રથમ સેવક છે તેમની સાથે હું વાતચીત કરી શકું છું. મારા માટે તેનાથી મોટા સૌભાગ્યની વાત હોઈ શકે.

મોદીજી- પ્રદીપજી! તમે તો હિમાલયના શિખર પર સાચા અર્થમાં સાધના કરી રહ્યા છો અને મને પાકો વિશ્વાસ છે જ્યારે તમારું નામ સાંભળતા લોકોને યાદ આવી જાય છે કે તમે કેવી રીતે પહાડોની સ્વચ્છતાના અભિયાન સાથે જોડાયેલા છો.

પ્રદીપજી-હા જી સર.

મોદીજી- અને જેવું તમે જણાવ્યું કે હવે તો બહુ મોટી ટીમ બનતી જઈ રહી છે અને તમે આટલા મોટા પ્રમાણમાં daily કામ કરી રહ્યા છો.

પ્રદીપજી-હા જી, સર.

મોદીજી- અને મને પૂરો વિશ્વાસ છે કે તમારા પ્રયાસોથી, તેની ચર્ચાથી, હવે તો કેટલાય પર્વતારોહી સ્વચ્છતા સાથે જોડાયેલા photo post કરવા લાગ્યા છે.

પ્રદીપજી- હા જી, સાહેબ. ખૂબ .

મોદીજી- સારી વાત છે. તમારા જેવા સાથીઓના પ્રયાસના કારણે waste is also a wealth લોકોના મગજમાં હવે સ્થિર થઈ રહ્યું છે અને પર્યાવરણની પણ રક્ષા હવે થઈ રહી છે અને હિમાલય જે આપણું ગર્વ છે, તેને સંભાળવો, શણગારવો અને સામાન્ય માનવી પણ જોડાઈ રહ્યો છે. પ્રદીપજી, ખૂબ સારું લાગ્યું મને. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ.

પ્રદીપજી-Thank you sir. Thank you so much. જય હિન્દ.

સાથીઓ, આજે દેશમાં પર્યટન એટલી ઝડપથી વધી રહ્યું છે. આપણાં પ્રાકૃતિક સંસાધન હોય, નદીઓ, પહાડ, તળાવ, કે પછી આપણાં તીર્થસ્થાન હોય, તેમને સાફ રાખવાં ખૂબ આવશ્યક છે. તે પર્યટન ઉદ્યોગની ઘણી મદદ કરશે. પર્યટનમાં સ્વચ્છતાની સાથે-સાથે આપણે અતુલનીય ભારત ચળવળની પણ અનેક વાર ચર્ચા કરી છે. ચળવળમાં લોકોને પહેલી વાર એવી કેટલીય જગ્યાઓ વિશે જાણવા મળ્યું જે તેમની આસપાસ હતી. હું હંમેશાં કહું છું કે આપણે વિદેશોમાં પર્યટન પર જતા પહેલાં દેશમાં ઓછામાં ઓછાં ૧૫ પર્યટન સ્થાનો પર અવશ્ય જવું જોઈએ અને સ્થાનો જે રાજ્યમાં તમે રહો છો ત્યાંનાં હોવાં જોઈએ. તમારા રાજ્યની બહાર, કોઈ અન્ય રાજ્યના હોવાં જોઈએ. રીતે આપણે સ્વચ્છ સિયાચિન, single use plastic અને e-waste જેવા ગંભીર વિષયો પર પણ સતત વાત કરી છે. આજે પૂરી દુનિયા પર્યાવરણના જે issueના લીધે એટલી વ્યાકુળ છે, તેના સમાધાનમાં મન કી બાતનો પ્રયાસ ખૂબ મહત્ત્વનો છે.

સાથીઓ, ‘મન કી બાતઅંગે મને વખતે એક બીજો ખાસ સંદેશ UNESCOનાં મહિલા ડીજી ઔદ્રે ઑજુલે (Audrey Azoulay) નો આવ્યો છે. તેમણે બધા દેશવાસીઓને સો એપિસૉડ (100th episodes) ની ભવ્ય યાત્રા માટે શુભકામનાઓ આપી છે. સાથે , તેમણે કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે. આવો, પહેલાં UNESCOનાં DGના મનની વાત સાંભળીએ.

                                       #Audio (UNESCO DG)

 

DG UNESCO: Namaste Excellency, Dear Prime Minister on behalf of UNESCO I thank you for this opportunity to be part of the 100th episode of the ‘Mann Ki Baat’ Radio broadcast. UNESCO and India have a long common history. We have very strong partnerships together in all areas of our mandate - education, science, culture and information and I would like to take this opportunity today to talk about the importance of education. UNESCO is working with its member states to ensure that everyone in the world has access to quality education by 2030. With the largest population in the world, could you please explain Indian way to achieving thisobjective. UNESCO also works to support culture and protect heritage and India is chairing the G-20 this year. World leaders would be coming to Delhi for this event. Excellency, how does India want to put culture and education at the top of the international agenda? I once again thank you for this opportunity and convey my very best wishes through you to the people of India....see you soon. Thank you very much.

PM Modi: Thank you, Excellency. I am happy to interact with you in the 100thMann kiBaat programme. I am also happy that you have raised the important issues of education and culture. 

સાથીઓ, UNESCOનાં ડીજીએ education અને cultural preservation, અર્થાત્ શિક્ષણ અને સંસ્કૃતિ સંરક્ષણ વિશે ભારતના પ્રયાસો વિશે જાણવા માગ્યું છે. બંને વિષય મન કી બાતના ગમતા વિષય રહ્યા છે.

વાત શિક્ષણની હોય કે સંસ્કૃતિની, તેના સંરક્ષણની વાત હોય કે સંવર્ધનની, ભારતની પ્રાચીન પરંપરા રહી છે. તે દિશામાં આજે દેશ જે કામ કરી રહ્યો છે, તે ખૂબ પ્રશંસનીય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય કે પ્રાદેશિક ભાષામાં અભ્યાસનો વિકલ્પ હોય, શિક્ષણમાં ટૅક્નૉલૉજીનો સમાવેશ/એકીકરણ હોય, તમને આવા અનેક પ્રયાસ જોવા મળશે. વર્ષો પહેલાં, ગુજરાતમાં વધુ સારું શિક્ષણ આપવા અને ડ્રૉપઆઉટ રેટને ઓછો કરવા માટે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવજેવા કાર્યક્રમ જનભાગીદારીના એક અદ્ભુત ઉદાહરણ બની ગયાં હતાં. ‘મન કી બાતમાં આપણે આવા કેટલાય લોકોના પ્રયાસોને હાઇલાઇટ કર્યા છે, જે નિઃસ્વાર્થ ભાવથી શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. તમને યાદ હશે, એક વાર આપણે ઓડિશામાં રેકડીમાં ચા વેચનારા સ્વર્ગીય ડી. પ્રકાશરાવજી વિશે ચર્ચા કરી હતી, જે ગરીબ બાળકોને ભણાવવાના મિશન પર લાગેલા હતા.

ઝારખંડનાં ગામોમાં ડિજિટલ લાઇબ્રેરી ચલાવનારા સંજય કશ્યપજી હોય, કોરોના દરમિયાન -લર્નિંગ દ્વારા અનેક બાળકની મદદ કરનારાં હેમલતા એન. કે. જી હોય, આવાં અનેક શિક્ષકનાં ઉદાહરણ આપણે મન કી બાતમાં લીધાં છે.આપણે સંસ્કૃતિ સંરક્ષણના પ્રયાસોને પણ મન કી બાતમાં સતત સ્થાન આપ્યું છે.

લક્ષદ્વીપના Kummel Brothers Challengers Club હોય કે કર્ણાટકના ક્વેમશ્રીજી કલા ચેતનાજેવા મંચ હોય, દેશના ખૂણેખૂણાથી લોકોએ મને પત્ર લખીને આવાં ઉદાહરણો મોકલ્યાં છે. આપણે તે ત્રણ સ્પર્ધાઓ વિશે પણ વાત કરી હતી જે દેશભક્તિ પર હાલરડાં અને રંગોળી સાથે જોડાયેલી હતી. તમને ધ્યાનમાં હશે, એક વાર આપણે દેશભરના વાર્તા કહેનારાઓ પાસેથી વાર્તા કહેવાના માધ્યમથી શિક્ષણની ભારતીય શૈલીઓ પર ચર્ચા કરી હતી. મારો અતૂટ વિશ્વાસ છે કે સામૂહિક પ્રયાસથી મોટું પરિવર્તન લાવી શકાય છે. વર્ષે આપણે જ્યારે સ્વતંત્રતાના અમૃતકાળમાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે જી-૨૦ની અધ્યક્ષતા પણ કરી રહ્યા છીએ. પણ એક કારણ છે કે શિક્ષણની સાથે-સાથે વિવિધ વૈશ્વિક સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટે આપણો સંકલ્પ વધુ મજબૂત થયો છે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણા ઉપનિષદોનો એક મંત્ર સદીઓથી આપણા માનસને પ્રેરણા આપતો આવ્યો છે.

चरैवेति चरैवेति चरैवेति |

ચાલતા રહો- ચાલતા રહો-ચાલતા રહો |

આજે આપણે ચરૈવેતિ ચરૈવેતિની ભાવના સાથે મન કી બાતનો ૧૦૦મો એપિસૉડ પૂરો કરી રહ્યા છીએ. ભારતના સામાજિક તાણાવાણાને મજબૂતી આપવામાં મન કી બાતકોઈ પણ માળાના દોરાની જેમ છે,

જે દરેકના મનને જોડીને રાખે છે. દરેક એપિસૉડમાં દેશવાસીઓની સેવા અને સામર્થ્યએ બીજાને પ્રેરણા આપી છે. કાર્યક્રમમાં દરેક દેશવાસી બીજા દેશવાસીની પ્રેરણા બને છે. એક રીતે, ‘મન કી બાતનો દરેક એપિસૉડ બીજા એપિસૉડ માટે ભૂમિકા તૈયાર કરે છે. ‘મન કી બાતહંમેશાં સદ્ ભાવના, સેવા ભાવના અને કર્તવ્ય ભાવનાથી આગળ વધી છે. સ્વતંત્રતાના અમૃત કાળમાં પૉઝિટિવિટી દેશને આગળ લઈ જશે, નવી ઊંચાઈ પર લઈ જશે અને મને આનંદ છે કે મન કી બાતમાં જે શરૂઆત થઈ, તે આજે દેશની નવી પરંપરા પણ બની રહી છે. એક એવી પરંપરા જેમાં આપણને બધાના પ્રયાસની ભાવનાના દર્શન થાય છે.

સાથીઓ, હું આજે આકાશવાણીના સાથીઓનો પણ ધન્યવાદ કરીશ જે ખૂબ ધૈર્યપૂર્વક પૂરા કાર્યક્રમને રેકૉર્ડ કરે છે. તે અનુવાદકો, જે ખૂબ ઓછા સમયમાં, ખૂબ ઝડપથી મન કી બાતનો વિભિન્ન પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરે છે,હું તેમનો પણ આભારી છું. હું દૂરદર્શનના અને MyGovના સાથીઓને પણ ધન્યવાદ આપું છું. દેશભરની ટીવી ચૅનલો, ઇલેક્ટ્રૉનિક મિડિયાના લોકો, જે મન કી બાતને વિના કૉમર્શિયલ બ્રૅક દેખાડે છે,

તે બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને અંતમાં, હું તેમનો પણ આભાર વ્યક્ત કરીશ જે મન કી બાતની કમાન સંભાળી રહ્યા છે- ભારતના લોકો, ભારતમાં આસ્થા રાખનારા લોકો. બધું તમારી પ્રેરણા અને શક્તિથી સંભવ થઈ શક્યું છે.

સાથીઓ, આમ તો મારા મનમાં આજે એટલું બધું કહેવા માટે છે કે સમય અને શબ્દ બંને ઓછા પડે છે. પરંતુ મને વિશ્વાસ છે કે તમે બધાં, મારા ભાવોને સમજશો, મારી ભાવનાઓને સમજશો. તમારા પરિવારના એક સભ્ય તરીકે મન કી બાતના સહારે તમારી વચ્ચે રહ્યો છું, તમારી વચ્ચે રહીશ. આગલા મહિને આપણે એક વાર ફરી મળીશું. ફરીથી નવા વિષયો અને નવી જાણકારીઓ સાથે દેશવાસીઓની સફળતાને સેલિબ્રેટ કરીશું. ત્યાં સુધી મને વિદાય આપો અને તમારું તેમજ તમારા પોતાના લોકોનું ખૂબ ધ્યાન રાખજો. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1920872) Visitor Counter : 353