પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
09 APR 2023 2:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટક અને તમિલનાડુમાં બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. તેમણે મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે મહાવત અને કાવડીઓ સાથે વાતચીત કરી હતી અને હાથીઓને ખવડાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રી, ધ એલિફન્ટ વ્હીસ્પરર્સમાં દર્શાવવામાં આવેલા હાથીઓના રક્ષકો સાથે પણ વાતચીત કરી હતી.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"નયનરમ્ય બાંદીપુર ટાઇગર રિઝર્વમાં સવાર વિતાવી અને ભારતના વન્યજીવન, કુદરતી સૌંદર્ય અને વિવિધતાની ઝલક મેળવી."
"બાંદીપુર ટાઇગર રિઝર્વની કેટલીક વધુ ઝલક."
"મુદુમલાઈ ટાઈગર રિઝર્વ ખાતે જાજરમાન હાથીઓ સાથે."
"બોમ્મી અને રઘુ સાથે અદ્ભુત બોમન અને બેલીને મળીને કેટલો આનંદ થયો."
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"પીએમ નરેન્દ્ર મોદી બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વના માર્ગ પર જઈ રહ્યા છે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1915068)
आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam