પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
प्रविष्टि तिथि:
31 MAR 2023 8:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માનું જીવન લોકોના કલ્યાણ માટે સમર્પિત હતું. ભારત સરકાર અને આસામ સરકાર તેમના સપનાને સાકાર કરવા અને અદ્ભુત બોડો લોકોના સશક્તીકરણ માટે કામ કરવા અસંખ્ય પ્રયાસો કરી રહી છે, એમ પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
આસામના મુખ્ય પ્રધાન, શ્રી હિમંતા બિસ્વા સરમા દ્વારા કરાયેલી ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માનું જીવન લોકોના કલ્યાણ માટે સમર્પિત હતું. તેમની જન્મજયંતી પર તેમને યાદ કરીએ છીએ. ભારત સરકાર અને આસામ સરકાર તેના સપનાને સાકાર કરવા અને અદ્ભુત બોડો લોકોના સશક્તીકરણ માટે કામ કરવા માટે અસંખ્ય પ્રયાસો કરી રહી છે.”
GP/JD
(रिलीज़ आईडी: 1912706)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam